Not Set/ TDP નાં ધારાસભ્યની ધરપકડ કરવા દિવાલ કૂદીને અંદર પહોંચી પોલીસ, જુઓ વિડીયો

આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીનાં ધારાસભ્ય કિંચરાપુ અત્ચેનાયડુની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે શુક્રવારે ધરપકડ કરી હતી. એસીબી અને પોલીસે શુક્રવારે નાયડુની શ્રીકાકુલમ જિલ્લાનાં ટેક્કલી ખાતેથી ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને ટીમ વિજયવાડા લઈ જવામાં આવ્યા હતા. નાયડુની ધરપકડ કર્મચારી રાજ્ય વીમા (ESI) માં રૂ.150 કરોડથી વધુનાં કથિત ઘોટાળામાં કરવામાં આવી છે. શુક્રવારે જ્યારે પોલીસ અને એબીસી […]

India
9dca4f176382f2a9d583d408c9818b3c 2 TDP નાં ધારાસભ્યની ધરપકડ કરવા દિવાલ કૂદીને અંદર પહોંચી પોલીસ, જુઓ વિડીયો

આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીનાં ધારાસભ્ય કિંચરાપુ અત્ચેનાયડુની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે શુક્રવારે ધરપકડ કરી હતી. એસીબી અને પોલીસે શુક્રવારે નાયડુની શ્રીકાકુલમ જિલ્લાનાં ટેક્કલી ખાતેથી ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને ટીમ વિજયવાડા લઈ જવામાં આવ્યા હતા. નાયડુની ધરપકડ કર્મચારી રાજ્ય વીમા (ESI) માં રૂ.150 કરોડથી વધુનાં કથિત ઘોટાળામાં કરવામાં આવી છે.

શુક્રવારે જ્યારે પોલીસ અને એબીસી નાયડુની ધરપકડ કરવા પહોંચી ત્યારે ઘરનો દરવાજો ખોલવામાં ન આવ્યો. આ પછી પોલીસ દિવાલ કૂદીને અંદર ગઈ હતી. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસકર્મી દિવાલ પરથી કૂદતા નજરે પડે છે. આ દરમિયાન તેમના ઘરની સામે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટીડીપી અધ્યક્ષ અને પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે, 100 થી વધુ પોલીસકર્મીઓ તેમના ધારાસભ્યનું અપહરણ કરીને લઇ ગયા છે. તેમણે આ માટે મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડી અને ગૃહમંત્રી એમ સુચરિતાને દોષી ઠેરવ્યા છે. અત્ચેનાયડુ ચંદ્રબાબુ નાયડુની સરકારમાં મંત્રી રહ્યા અને તેઓ તેમની ખૂબ નજીકનાં માનવામાં આવે છે. માનવામાં આવે છે કે નાયડુનો આંધ્રનાં ઉત્તરી દરિયાકાંઠાનાં શ્રીકાકુલમમાં નોંધપાત્ર પ્રભાવ છે.

આરોપ છે કે જ્યારે વર્ષ 2014 થી 2019માં રાજ્યમાં ટીડીપીની સરકાર હતી અને નાયડુ શ્રમ મંત્રી હતા ત્યારે દવાઓ અને તબીબી સાધનોની ખરીદીમાં આ કથિત કૌભાંડ થયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં, રાજ્ય તકેદારી અને અમલ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કર્મચારી રાજ્ય વીમા નિગમમાં કૌભાંડનો દાવો કરવામાં આવ્યો હતો. વિભાગે કહ્યું છે કે, વર્ષ 2014-15 અને 2018-19માં દવાઓ, લેબ કિટ્સ, સર્જિકલ આઈટમો અને ફર્નિચરની ખરીદીમાં 151 કરોડનું કૌભાંડ થયું હતું. આ આરોપો પર ધારાસભ્ય નાયડુ વતી કહેવામાં આવ્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન ખરીદીમાં કોઈ અનિયમિતતા નહોતી. બધા રેકોર્ડ ઉપલબ્ધ છે અને તે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.