Not Set/ Ind Vs Aus : આવતીકાલે રમાશે પહેલી ટી-20,વિરાટની ટીમ છે હોટ ફેવરીટ

વિશાખાપટ્ટનમ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલ એટલે રવિવારથી  ટ્‌વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. બે ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ દેખાઇ રહી છે. તમામ સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર રહેશે. વર્લ્ડ કપ આડે […]

Uncategorized
83841 1506834045 800 Ind Vs Aus : આવતીકાલે રમાશે પહેલી ટી-20,વિરાટની ટીમ છે હોટ ફેવરીટ

વિશાખાપટ્ટનમ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલ એટલે રવિવારથી  ટ્‌વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. બે ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ દેખાઇ રહી છે. તમામ સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર રહેશે.

વર્લ્ડ કપ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આ શ્રેણી ભારત અને ઓસ્ટ્રેલિયા ખુબ મહત્વની માનવામાં આવે છે.ભારત માટે આ સીરીઝ વર્લ્ડ કપની ટીમ નક્કી કરવા માટે સિલેક્ટરો માટે પણ ખુબ મહત્વની ગણાશે.આ સીરીઝ પછી અનેક ખેલાડીઓનું ભાવિ નક્કી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે મેચોની ટ્‌વેન્ટી શ્રેણી અને પાંચ વનડે મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવી હતી. મુંબઈમાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્‌સમેન રાહુલની વાપસી થઇ હતી જ્યારે દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો નથી પરંતુ તે ટી-૨૦ ટીમમાં સામેલ રહેશે.

મુંબઈ ઇન્ડિયનના લેગસ્પીનર મયંક માર્કન્ડેનો ટ્‌વેન્ટી ટીમમાં સમાવેશ કરાયો છે,જ્યારે સિદ્ધાર્થ કોલ પર પણ સિલેક્ટરોની નજર રહેશે. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાંચ વનડે મેચો રમે છે.આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેસ રિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે.

બુમરાહે ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ  વનડે મેચોની શ્રેણી અને ન્યુઝીલેન્ડના પ્રવાસમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. રાહુલની ટ્‌વેન્ટી અને વનડે બંનેમાં એન્ટ્રી થઇ છે. દિનેશ કાર્તિકને પડતો મુકવામાં આવ્યા બાદ આને લઇને નારાજગીનું મોજુ પણ ફરી વળ્યું છે. હાર્દિક પંડ્યા ફિટનેસને લઇને વારંવાર પરેશાન રહે છે. આ શ્રેણીની પ્રથમ ટ્‌વેન્ટી મેચ ૨૪મીએ રમાશે જ્યારે વનડે શ્રેણીની શરૂઆત બીજી માર્ચના દિવસે થશે.મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે