U19 World Cup/ ટીમ ઈન્ડિયાએ જીત સાથે મેઘા ઇવેન્ટની કરી શરૂઆત, દ.આફ્રિકા સામે મેળવી 45 રનથી જીત

ICC અંડર-19 વર્લ્ડકપ 2022માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ગુયાનાનાં પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 45 રનથી જીત મેળવી હતી.

Sports
u19 IND vs SA

ICC અંડર-19 વર્લ્ડકપ 2022માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ગુયાનાનાં પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 45 રનથી જીત મેળવી હતી.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો, 22 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભા યોજી શકશે નહીં

આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ સુકાની યશ ધુલે સારી બેટિંગ કરી અને લીડ મેળવી અને શાનદાર અડધી સદી ફટકારી. ભારતે 46.5 ઓવરમાં 232 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 233 રનની જરૂર હતી. બેટિંગ કરવા આવતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ 45.4 ઓવરમાં 187 રન જ બનાવી શકી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમે અંડર 19 વર્લ્ડકપ 2022નાં અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. યશ ધુલની કપ્તાનીવાળી ભારતીય ટીમને આ મેગા ઈવેન્ટનાં ગ્રુપ બીમાં રાખવામાં આવી છે, જેમાં યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડની ટીમો પણ સામેલ છે. 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પોઈન્ટ ટેબલમાં પોત પોતાના ગ્રુપમાં ટોચની બે ટીમો પ્લેઓફ અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

આ પણ વાંચો – Hot Photoshoot / સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ સો. મીડિયા પર એક્ટિવ થઈ શહનાઝ ગિલ, જુઓ લેટેસ્ટ તસવીરો

ભારતની શરૂઆત પણ રહી ખરાબ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમે માત્ર 11 રનનાં સ્કોર પર પોતાના ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શેખ રશીદ અને સુકાની યશ ધુલે ઈનિંગને સંભાળી લીધી અને ત્રીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી. રાશિદ 54 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી યશે નિશાંત સિંધુ, રાજ બાવા અને કૌશલ તાંબે સાથે નાની પણ મહત્વની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો. જોકે, કેપ્ટન યશનાં રનઆઉટ બાદ આખી ટીમ 46.5 ઓવરમાં 232 રનમાં સમેટાઈ ગઈ હતી.