IND Vs NZ/ Team India ને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી પ્રથમ ટેસ્ટમાંથી થયો બહાર

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ શરૂ થવાના બે દિવસ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓપનર કેએલ રાહુલ કાનપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

Sports
કે.એલ.રાહુલ ઈજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર કે.એલ.રાહુલ ઈજાનાં કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને હવે રાહુલનાં બહાર થયા બાદ શુભમન ગિલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો – Syed Mushtaq Ali Trophy / ધોની સ્ટાઇલમાં શાહરૂખ ખાને ફટકારી સિક્સર, જુઓ Video

આપને જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ શરૂ થવાના બે દિવસ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓપનર કેએલ રાહુલ કાનપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજાનાં કારણે તે પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં. કાનપુરમાં પ્રથમ ટેસ્ટ 25 થી 29 નવેમ્બર દરમિયાન રમાશે. સમાચાર એજન્સી PTI એ BCCI નાં સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રાહુલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં શાનદાર ફોર્મમાં હતો. તેણે 4 ટેસ્ટ મેચની 8 ઇનિંગ્સમાં 39.38ની એવરેજથી 315 રન બનાવ્યા છે. આ દરમિયાન રાહુલનાં બેટમાંથી એક સદી અને અડધી સદી આવી હતી. રાહુલ (KL Rahul)ની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાને હવે ઓપનિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અનુભવી ઓપનર રોહિત શર્માને પહેલાથી જ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શુભમન ગિલનું મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરવાનું લગભગ નક્કી છે.

રાહુલનાં નહી હોય તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 આ રીતે થઈ શકે છે

મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, શ્રેયસ અય્યર, અજિંક્ય રહાણે (C), રિદ્ધિમાન સાહા (W), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ.

આપને જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક, કાનપુરમાં રમાવાની છે. આવી સ્થિતિમાં, બન્ને ટીમો આ ટેસ્ટ જીતીને સીરીઝમાં અજેય સરસાઈ મેળવવા ઈચ્છે છે. જો કે મેચ શરૂ થાય તે પહેલા ભારતનાં મુખ્ય બે ઓપનર બેટ્સમેન ટીમમાં ન હોવાથી ન્યૂઝીલેન્ડ આ સીરીઝમાં એક સ્ટેપ આગળ રહી શકે છે. જો કે સીરીઝની પ્રથમ મેચ શરૂ થાય તે પછી આ તમામ ચીજો સ્પષ્ટ થઇ જશે.