Not Set/ ભારતીય ક્રિકેટ ટીમની 2019 વર્લ્ડ કપ માટેની આ છે ડીમાન્ડ, જાણીને થશે નવાઈ

ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે આવતાં વર્ષનાં વર્લ્ડ કપ માટે ઈંગ્લેંડ ટુર દરમ્યાન કેળા આપવા માટેની અરજી કરી છે. આ ઉપરાંત ક્રિકેટ ટીમ ઈચ્છે છે કે તેઓને રીઝર્વેશન કરેલાં ટ્રેન કોચ જોઈએ છે અને ટીમે અરજી કરી છે કે ટુર દરમ્યાન એમની પત્નીઓને પણ સાથે આવવાની મંજુરી આપવામાં આવે. આ અરજી […]

Top Stories India
time 100 virat kohli1 ભારતીય ક્રિકેટ ટીમની 2019 વર્લ્ડ કપ માટેની આ છે ડીમાન્ડ, જાણીને થશે નવાઈ

ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે આવતાં વર્ષનાં વર્લ્ડ કપ માટે ઈંગ્લેંડ ટુર દરમ્યાન કેળા આપવા માટેની અરજી કરી છે. આ ઉપરાંત ક્રિકેટ ટીમ ઈચ્છે છે કે તેઓને રીઝર્વેશન કરેલાં ટ્રેન કોચ જોઈએ છે અને ટીમે અરજી કરી છે કે ટુર દરમ્યાન એમની પત્નીઓને પણ સાથે આવવાની મંજુરી આપવામાં આવે.

આ અરજી વિશેની વાત ટીમ મેનેજમેન્ટની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ સાથે થયેલી રીવ્યુ મીટીંગમાં કરવામાં આવી હતી. આ રીવ્યુ મીટીંગમાં કોહલી, આજીન્ક્ય રહાણે, રોહિત શર્મા, કોચ રવી શાસ્ત્રી અને એમએસકે પ્રસાદ હાજર હતાં.

આ ઉપરાંત ક્રિકેટ ટીમ દ્વારા બીજી પણ માંગ કરવામાં આવી છે. પ્રોપર જીમ હોય એવી હોટેલમાં બુકિંગ, પત્નીઓને ટુર દરમ્યાન સાથે ટ્રાવેલ કરવાની મંજુરી વગેરે.