T20 WC 2024/ બાર્બાડોસથી દિલ્હી પંહોચેલ Team Indiaનું કરાયું ઢોલ નગારાથી જોરદાર સ્વાગત, જુઓ વીડિયો

ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આખરે ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી છે. T20 વર્લ્ડકપ વિજેતા Team Indiaનું દિલ્હીમાં ઢોલ-નગારા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.

Top Stories Breaking News Sports
Beginners guide to 2024 07 04T105647.403 બાર્બાડોસથી દિલ્હી પંહોચેલ Team Indiaનું કરાયું ઢોલ નગારાથી જોરદાર સ્વાગત, જુઓ વીડિયો

ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આખરે ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી છે. T20 વર્લ્ડકપ વિજેતા Team Indiaનું દિલ્હીમાં ઢોલ-નગારા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. સોશિયલ મીડિયામાં Team Indiaની ઉજવણીની પોસ્ટ શેર થઈ છે.

એરપોર્ટ બાદ દિલ્હીની હોટલમાં Team India પંહોચી ત્યારે પંજાબી અંદાજમાં તેમનું સ્વાગત કરાયું. દેશના લોકપ્રિય ભાંગડા નૃત્યુ કરનાર બેન્ડ સાથે ખેલાડીઓ પણ ઉજવણીમાં સામેલ થઈ ડાન્સ કરી રહ્યા છે.

કેપ્ટન રોહિત, સૂર્યા કુમાર અને હાર્દિક પંડયા પણ ઢોલ-નગારાના બેન્ડ સાથે ડાન્સ કરતા હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. વીડિયોમાં દેખાય છે કે હાર્દિક પંડયા ઢોલ-નાગરાના બેન્ડ સાથે તાલ થી તાલ મિલાવી ડાન્સ કરે છે. જ્યારે વિરાટ કોહલી ફેન્સને સ્માઈલ આપી પસાર થાય છે અને ક્રિકેટર હાર્દિકને ડાન્સ કરતો જોવાનો આનંદ લે છે.

જ્યારે ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે તેમનું શાનદાર સ્વાગત થયું. સ્વદેશ પરત ફરતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા એક હાથે ટ્રોફી લઈને એરપોર્ટ પહોંચ્યો અને હજારો ફેન્સને બતાવી.

पांड्या भी का डांस 😁👇 pic.twitter.com/1oKPShZTeV

આ પછી સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેના ભાઈ અને બહેનને મળ્યો. વિરાટે વિજેતા મેડલ તેના ભાઈ વિકાસ કોહલીને આપ્યો. દિલ્હીમાં હોટલ પર પંહોચ્યા બાદ કોચ રાહુલ દ્રવિડે કેક કાપી ફેન્સની માંગણી પૂર્ણ કરી.

ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત

ભારતીય ટીમ આઈજીઆઈ એરપોર્ટથી આઈટીસી મૌર્ય હોટલ પહોંચી હતી. ભારતીય ટીમ દિલ્હીની હોટલમાં ફ્રેશ થયા બાદ 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બ્રેકફાસ્ટ કરશે. ત્યાર બાદ ભારતીય ટીમ મુંબઈ જવા રવાના થશે. મુંબઈમાં ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત થશે. નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન-ટોપ બસમાં પરેડ થશે. વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમનું સન્માન કરવામાં આવશે. BCCIએ ભારતીય ટીમ માટે 25 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ માટે સાંજે 7.30 વાગ્યે સમ્માન સમારોહનું પણ આયોજન કરાયું છે.

ટીમે જીત્યો ખિતાબ

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો, પરંતુ ત્યારથી બેરીલ તોફાનના કારણે ભારતીય ટીમ ત્યાં જ અટવાઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક વિશેષ વિમાન દ્વારા ત્યાં ફસાયેલી ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય પત્રકારોને પરત લાવ્યા.  ભારતીય ટીમે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી, ત્યારપછી એવું લાગી રહ્યું હતું કે જાણે ICC ટ્રોફીનો દુકાળ પડ્યો હોય. ટીમ ઈન્ડિયા ઘણી વખત સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ તે સીમા પાર કરી શકી ન હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા કેરેબિયન ધરતી પર 11 વર્ષના ટ્રોફીના દુકાળનો અંત લાવ્યા.