T20 World Cup/ અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત બાદ Team India ની સેમિફાઈનલમાં આવવાની આશા જીવંત

ટીમ ઈન્ડિયાની તાકાત એ પણ છે કે તે નિર્ભયતાથી રમે છે. ગઈકાલની મેચમાં ટીમનું પ્રદર્શન દરેક વિભાગમાં સારું રહ્યું હતું. અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે.

Sports
India vs Afghanistan

T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન વિરુદ્ધ પ્રથમ જીત નોંધાવી છે. જે બાદ ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં આવવાની આશા જીવંત દેખાઇ રહી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ અદ્ભૂત જીત બાદ આખરે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.

India vs Afghanistan

આ પણ વાંચો – T20 World Cup / રાહુલ દ્રવિડનાં ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ તરીકે નિયુક્તિ પર ગાંગુલી અને જય શાહે આપી આવી પ્રતિક્રિયા

ટીમ ઈન્ડિયાની તાકાત એ પણ છે કે તે નિર્ભયતાથી રમે છે. ગઈકાલની મેચમાં ટીમનું પ્રદર્શન દરેક વિભાગમાં સારું રહ્યું હતું. અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે. છેલ્લી બે હાર બાદ ટીમનું મનોબળ એકદમ નીચે દેખાઇ રહ્યુ હતુ. એવું લાગી રહ્યું હતું કે IPL બાદ તમામ ખેલાડીઓ થાકી ગયા છે. ટીમ સિલેક્શન પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા. પરંતુ ગઈ કાલે અફઘાનિસ્તાન સામે રમાયેલી ટીમ પરફેક્ટ ટીમ હતી. અનુભવ હંમેશા સાથ આપે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ અશ્વિનની. જો ટીમે શરૂઆતથી જ અશ્વિનને રમાડ્યો હોત તો કદાચ ભારત આજે સારી સ્થિતિમાં હોત. T20માં માત્ર એક ઓવર સમગ્ર મેચને ફેરવી શકે છે. અશ્વિને 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. અમેઝિંગ પ્રદર્શન, તમે તેને આ જ કહી શકો છો. હાર્દિકની વાત કરીએ તો તે બોલિંગમાં કોઈ ખાસ કામ કરી શક્યો નથી. આવું એટલા માટે પણ થવાનું હતું કારણ કે જ્યારે કોઈ લાંબા સમય પછી બોલિંગ કરે છે ત્યારે તેને મોમેન્ટમ પકડવામાં સમય લાગે છે. આ મેચમાં રોહિત શર્માને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. એવોર્ડ મેળવ્યા બાદ રોહિતે કહ્યું કે, છેલ્લી બે મેચ(પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ) માં અમે તે કામ કરી શક્યા નથી જેના માટે ભારતીય ટીમ જાણીતી છે. પ્રયત્ન કર્યો પણ સફળ ન થઈ શક્યા. તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારુ માનવું છે કે અમે સેમિફાઈનલમાં જઈ શકીશું.

પોઈન્ટ ટેબલ

આ પણ વાંચો- T20 World Cup / ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ બોલર ઈજાનાં કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર

રોહિત શર્માએ સાચું કહ્યું છે કે ટીમ હજુ પણ ફાઇનલમાં જઈ શકે છે. બસ ટીમે પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડ તેમની બાકીની મેચોમાં ઓછામાં ઓછી એક મેચ હારે. અને બાકીની મેચ ભારતે 50 રનનાં માર્જીનથી જીતવી પડશે. જો કે કાર્ય મુશ્કેલ છે પણ અશક્ય નથી. ટીમે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારા હાથમાં જે છે તે તમારે સારી રીતે પૂર્ણ કરવાનું છે. ટીમની પસંદગી સારી હોવી જોઈએ. યુવા વિચારની સાથે અનુભવને પણ ટીમમાં સ્થાન આપવું પડશે. અને જ્યાં સુધી ટોસની વાત છે, તે કોઈનાં હાથમાં નથી. કોઈ પણ ટીમ ટોસ જીતી શકે છે અને કોઈ હારી શકે છે, પરંતુ જો આપણે સકારાત્મક માનસિકતા સાથે મેદાનમાં ઉતરીએ તો ટીમ શ્રેષ્ઠ આપી શકે છે. ગઈકાલની મેચમાં આપણે બધાએ આ જોયું. હવે ભારત આવતીકાલે એટલે કે 5મી નવેમ્બરે સ્કોટલેન્ડ સામે ટકરાશે. અને ત્યાર બાદ ગત 8 નવેમ્બરે નામિબિયાથી આશા છે કે ભારત ગઈકાલની જેમ તેની રમત રમશે.