T20 WC 2024/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની બેઠક સમાપ્ત, ખેલાડીઓ એરપોર્ટ જવા રવાના થયા

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ આખરે સ્વદેશ પરત ફરી છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી

Trending Sports
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 04T132601.988 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની બેઠક સમાપ્ત, ખેલાડીઓ એરપોર્ટ જવા રવાના થયા

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ આખરે સ્વદેશ પરત ફરી છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બાર્બાડોસથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સીધા દિલ્હી પહોંચ્યા બાદ હોટલ માટે રવાના થયા હતા, ત્યારબાદ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચી હતી. આ બેઠક પૂરી થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈમાં યોજાનારી વિજય પરેડમાં ભાગ લેવા માટે દિલ્હી એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે

T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમે આજે દિલ્હી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી, જેમાં આ બેઠકનો વીડિયો હવે સામે આવ્યો છે.

ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ માટે રવાના થઈ

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને આજે સવારે દિલ્હી પહોંચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈમાં યોજાનારી વિક્ટરી પરેડ માટે દિલ્હી એરપોર્ટ માટે રવાના થઈ ગયા છે.

પીએમને મળ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હોટલ પરત ફર્યા હતા

ભારતીય ટીમના ખેલાડીઓ આજે સવારે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને દિલ્હી પરત ફર્યા હતા, ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. હવે પીએમને મળ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બસ દ્વારા હોટલ જવા રવાના થઈ ગયા છે, ત્યારબાદ તેઓ સીધા એરપોર્ટ જવા રવાના થશે. સાંજે 5 વાગ્યાથી મુંબઈમાં વિજય પરેડ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રોહિત શર્માએ કર્યો ખુલાસો, વર્લ્ડકપ જીત્યા બાદ તેને કેમ ચાવી હતી પીચની માટી?

આ પણ વાંચો: બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, જુઓ મોતનો વીડિયો

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી