Not Set/ 42 વર્ષ જૂનું છે આ કમ્પ્યુટર, વેચાઈ શકે છે આટલી અધધધ…. કિંમતે

અમેરિકાની ટેક્નોલોજી દિગ્ગજ એપલની આમ તો ઘણી પ્રોડક્ટ છે. પરંતુ દુનિયાભરમાં કંપની કમ્પ્યુટર અને આઈફોનના કારણે વધારે જાણીતી છે. એપલનું પહેલું કમ્પ્યુટર 1976-77 માં બન્યું હતું, જેનું નામ Apple-1 રાખવામાં આવ્યું હતું. Apple-1 ને કંપનીના બંને ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે મળીને ડિઝાઇન કર્યું, અને બનાવ્યું હતું. આ કમ્પ્યુટર આજે પણ કામ કરે છે. […]

Top Stories Tech & Auto
1200px Apple I Computer 42 વર્ષ જૂનું છે આ કમ્પ્યુટર, વેચાઈ શકે છે આટલી અધધધ.... કિંમતે

અમેરિકાની ટેક્નોલોજી દિગ્ગજ એપલની આમ તો ઘણી પ્રોડક્ટ છે. પરંતુ દુનિયાભરમાં કંપની કમ્પ્યુટર અને આઈફોનના કારણે વધારે જાણીતી છે. એપલનું પહેલું કમ્પ્યુટર 1976-77 માં બન્યું હતું, જેનું નામ Apple-1 રાખવામાં આવ્યું હતું.

Apple-1 ને કંપનીના બંને ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે મળીને ડિઝાઇન કર્યું, અને બનાવ્યું હતું. આ કમ્પ્યુટર આજે પણ કામ કરે છે. હવે આની નીલામી થવા જઈ રહી છે. આવતા મહિને આ કોમ્પ્યુટરને નીલામી માટે મુકવામાં આવશે.

Apple 1 0 e1535378637738 42 વર્ષ જૂનું છે આ કમ્પ્યુટર, વેચાઈ શકે છે આટલી અધધધ.... કિંમતે

Apple-1 ને બોસ્ટનની આર. આર. ઓક્શન કંપની નીલામ કરી રહી છે. આને એપલના એક્સપર્ટ કોરી કોહેને ફરી ચાલુ કર્યું છે. રિપોર્ટ મુજબ સિસ્ટમ કોઈ પણ પરેશાની વગર લગભગ 8 કલાક ચાલેલા ટેસ્ટ દરમિયાન શરૂ થઇ ગયું હતું. આ કોમ્પ્યુટરમાં 1970 નું કીબોર્ડ પણ છે.

મહત્વનું છે કે એપલે આ કોમ્પ્યુટરને પહેલી વાર 666 ડોલરમાં વેચ્યું હતું. રિપોર્ટ્સ મુજબ નીલામી દરમિયાન આની બોલી 2 કરોડ કરતા પણ વધારે લાગી શકે છે. Apple-1 ની ખાસિયત એ છે કે આમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

આર. આર. ઓક્શને એક યાદી બહાર પાડી છે, જેમાં આટલી વસ્તુઓની નીલામી થવાની છે…..

  • Apple-1 ઓરિજિનલ બોર્ડ
  • ઓરિજિનલ એપલ કેસેટ ઇન્ટરફેસ
  • ઓરિજિનલ એપલ-1 ઓપરેશન મેન્યુઅલ 
  • ઓરિજિનલ એપલ કેસેટ ઇન્ટરફેસ મેન્યુઅલ 2
  • ASCII કીબોર્ડ
  • ઓપન ફ્રેમ Sanyo 4205 વિડિઓ મોનિટર
  • ઓરિજિનલ એપલ-1 પાવર કેબલ અને કનેક્ટર
  • કેસેટ ઇન્ટરફેસ કેબલ