Not Set/ 2019 Ford Endeavour થઈ ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ

અમદાવાદ, ફોર્ડે પોતાની પ્રીમિયમ એસયૂવી એન્ડેવરનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. 2019 ફોર્ડ એન્ડેવરની કિંમત 28.19 લાખથી  32.97 લાખ રૂપિયા વચ્ચે છે. નવી ફોર્ડ એન્ડેવરના એક્ટિરિયર અને ઇન્ટિરિયરમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે. જે આ એસયૂવીને વધારે શાનદાર  બનાવે છે. માર્કેટમાં તેની સ્પર્ધા કરતી કારમાં Mahindra Alturas G4, Toyota Fortuner અને Skoda Kodiaqનો સમાવેશ થાય છે. અપડેટેડ ફોર્ડ એન્ડેવરમાં નવી […]

Tech & Auto
02 17 2019 Ford Endeavour થઈ ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ

અમદાવાદ,

ફોર્ડે પોતાની પ્રીમિયમ એસયૂવી એન્ડેવરનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. 2019 ફોર્ડ એન્ડેવરની કિંમત 28.19 લાખથી  32.97 લાખ રૂપિયા વચ્ચે છે. નવી ફોર્ડ એન્ડેવરના એક્ટિરિયર અને ઇન્ટિરિયરમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે. જે આ એસયૂવીને વધારે શાનદાર  બનાવે છે. માર્કેટમાં તેની સ્પર્ધા કરતી કારમાં Mahindra Alturas G4, Toyota Fortuner અને Skoda Kodiaqનો સમાવેશ થાય છે.

2019 Ford Endeavour Thailand 4 2019 Ford Endeavour થઈ ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ

અપડેટેડ ફોર્ડ એન્ડેવરમાં નવી ટ્રિપલ સ્લેટ ગ્રિલ આપવામાં આવી છે. જે ખૂબ સ્ટાઇલિશ દેખાય છે. ફોગ લેમ્પના ચાર અને બ્લેક કલરમાં બેજલ છે. નવી એન્ડેવરમાં એલઇડી ડે-ટાઇમ રનિંગ લાઇટ અને એચઆઇડી હેન્ડલેપની સાથે બ્લેક આઉટ હેડલેમ્પ છે. તે સિવાય તેમાં નવા 18 ઇંચ અલોય વ્લિલઝ આપવામાં આવ્યા છે. એસયૂવીના રિયર ડિઝાઇનમાં કોઈ બદલાવ નહીં કરવામાં આવે છે. નવી એન્ડેવર ગ્રે કલરને બદલે એક નવા ડિફ્યૂઝ સિલ્વર કલરમાં પણ ઉપલબ્ધ છે.

2019 Ford Endeavour Thailand 3 2019 Ford Endeavour થઈ ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ

ઇન્ટિરિયરની વાત કરીએ તો  તેમાં બ્લેક અને બેજ કલરમાં ડ્યૂલ ટોન ફિનિશ ડેશ બોર્ડ આપવામાં આપવામાં આવ્યુ છે.  જ્યારે પહેલા તેમાં બ્રાઉન, બ્લેક અને બેઝ કોમ્બિનેશન મળતું હતું. ગિયર લીવલને ક્રોમ બેજલ સાથે અપડેટ કરવામાં આવ્યું છે ઉપરાંત આ પ્રીમિયમ એસયૂવીમાં હવે કીલેસ-એન્ટ્રી અને સ્ટાર્ટ સ્ટોપ બટનની સુવિધા પણ મળશે.

2019 Ford Endeavour

અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં ફોર્ડના એક્સિલેન્ટ યૂઝર ઇન્ટરફેસ સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.  જે એન્ડ્રોઇડ સિસ્ટમ આપવામાં આવી છે. જે અન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ કરે છે.  એન્ડેવરમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. ટોપ વેરિયન્ટમાં 7 એરબેગ અને પેનારોમિક સનરૂફ પણ આપવામાં આવ્યું છે.

2019 Ford Endeavour Thailand 2 2019 Ford Endeavour થઈ ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ

નવી એન્ડેવરમાં મિકેનિકલી કોઈ બદલાવ કર્યો નથી. તેમાં એક 2-2 લિટર ડીઝલ એન્જિન છે જે 158 બીએચપીનું પાવર અને 385 એનએમ ટોર્ક જનરેટ કર્યો છે. 3.2લિટર વાળા એન્જિનમાં ફક્ત 6 સ્પીડ ઓટો મેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે.