Not Set/ ટ્વિટર લઇને આવી રહ્યું છે ટ્વિટસ્નૈપની સુવિધા

અમદાવાદ, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે કેમેરા ડિઝાઇન માંડીને નવું અપડેટ બહાર પાડ્યું છે. તેનાથી યૂઝર્સને  કેમેરામાં  નવા ફીચર મળશે. આ ડિઝાઇન હેઠળ ફોટો, વીડિયો અને લાઇવ વીડિયો કેપ્ચર કરવાનું સરળ બનશે તેમજ સંદેશા લખવા પણ સરળ બનશે.  ટ્વિટરનું આ અપડેટ રોલઆઉટ પર આધારિત થછે અને તે ધીરે ધીરે બધાના ફોન સુધી પહોંચશે. જેનો ઉપયોગ કરવા યૂઝર્સે ટ્વિટર […]

Tech & Auto
AM 18 ટ્વિટર લઇને આવી રહ્યું છે ટ્વિટસ્નૈપની સુવિધા

અમદાવાદ,

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે કેમેરા ડિઝાઇન માંડીને નવું અપડેટ બહાર પાડ્યું છે. તેનાથી યૂઝર્સને  કેમેરામાં  નવા ફીચર મળશે. આ ડિઝાઇન હેઠળ ફોટો, વીડિયો અને લાઇવ વીડિયો કેપ્ચર કરવાનું સરળ બનશે તેમજ સંદેશા લખવા પણ સરળ બનશે.  ટ્વિટરનું આ અપડેટ રોલઆઉટ પર આધારિત થછે અને તે ધીરે ધીરે બધાના ફોન સુધી પહોંચશે.

જેનો ઉપયોગ કરવા યૂઝર્સે ટ્વિટર એપ ખોલ્યા બાદ સ્ક્રીન પર ડાબી બાજુથી જમણી બાજુ સ્વાઇપ કરવાનું હોય છે જેથી કેમેરો ખૂલશે.  ફોટો અને વીડિયો બનાવ્યા બાદ  તેમાં ટેક્સ્ટ લખવાનો વિકલ્પ પણ આવશે.  તેમજ કલરિંગ લેબલ પણ લગાવી શકાશે.

ટ્વિટરનું આ નવું અપડેટ ફોટો સેક્શન માટે  જાહેર કરવામાં નથી આવ્યું કે ન તો ફોટો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામની સ્પર્ધામાં.ટવિટરના જણાવ્યા પ્રમાણે આ અપડેટ માઇક્રોબ્લોલિંગ સાઇટ ટ્વિટરને પોતાના પ્લેટફ્રોમ પર અપડેટ  કરવા અને રિયલ ટાઇમ લેંસ જેવી સુવિધા આપવા માટે છે.

ટ્વિટરમાં સ્નેપચેટ જેવો કેમેરા વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં સ્ક્રીન પર નીચે બાજુ શટર છે. અને  ફોટો પાડવા માટે શટર બટનને દબાવીને રાખવું પડશે.  ટ્વિટર લાઇવ કરવા શટર બટન દબાવીને  હળવેથી દબાવી ડાબે કે જમણે કરવાનું હોય છે.  જોકે કંપનીએ હજુ  સ્ટીકર કે  ફિલ્ટરનો વિકલ્પ  નથી આપ્યો.