Not Set/ આઇટી કંપની ઇન્ફોસિસ કર્મચારીઓને આપી રહી છે પગાર બે ગણો કરવાનો મોકો

દેશની મોટી આઇટી કંપની ઇન્ફોસિસ પોતાના કર્મચારીઓ માટે મોટી ખુશખબર લઈને આવી છે. કંપની કર્મચારીઓને પગાર બે ગણો કરવાનો મોકો આપી રહી છે. આઇટી કંપની ઈચ્છી રહી છે કે, કર્મચારીઓ એમની સ્કિલ્સ વધારે, જેથી એમના પગારમાં વધારો કરી શકાય. મળતી વિગતો મુજબ, આ પ્રોગ્રામ એ કર્મચારીઓ માટે છે જેઓ નોકરી છોડીને અન્ય કંપનીમાં જતા રહે […]

Trending Tech & Auto
infosys આઇટી કંપની ઇન્ફોસિસ કર્મચારીઓને આપી રહી છે પગાર બે ગણો કરવાનો મોકો

દેશની મોટી આઇટી કંપની ઇન્ફોસિસ પોતાના કર્મચારીઓ માટે મોટી ખુશખબર લઈને આવી છે. કંપની કર્મચારીઓને પગાર બે ગણો કરવાનો મોકો આપી રહી છે. આઇટી કંપની ઈચ્છી રહી છે કે, કર્મચારીઓ એમની સ્કિલ્સ વધારે, જેથી એમના પગારમાં વધારો કરી શકાય.

મળતી વિગતો મુજબ, આ પ્રોગ્રામ એ કર્મચારીઓ માટે છે જેઓ નોકરી છોડીને અન્ય કંપનીમાં જતા રહે છે અથવા ફરી ભણવાનું શરુ કરે છે.

infosys inaugurates indianapolis e1543408745246 આઇટી કંપની ઇન્ફોસિસ કર્મચારીઓને આપી રહી છે પગાર બે ગણો કરવાનો મોકો
mantavyanews.com

આઇટી કંપની ઈચ્છે છે કે, કર્મચારીઓ એમને છોડીને ન જાય અને એક કોર્સ દ્વારા પોતાની સ્કિલ્સ વધારે. સફળતાપૂર્વક કોર્સ ખતમ કરાયા બાદ કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવશે.

જણાવાઈ રહ્યું છે કે, કંપનીએ બ્રિજ ટૂ કન્સલ્ટિંગ, બ્રિજ ટૂ પાવર પ્રોગ્રામિંગ, બ્રિજ ટૂ ડિઝાઇન, બ્રિજ ટૂ ટેક આર્કિટેક્ચર જેવા ઘણા કાર્યક્રમો સામેલ છે.

aa Cover uf9mpdvqasa52alrjmsl2mhuo1 20170819004626.Medi e1543408773967 આઇટી કંપની ઇન્ફોસિસ કર્મચારીઓને આપી રહી છે પગાર બે ગણો કરવાનો મોકો
mantavyanews.com

હાલમાં જ કંપની દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે, તેઓ 2020 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 1200 લોકોને રોજગાર આપશે, સાથે જ ત્રણ ઇનોવેશન સેન્ટર પણ ખોલશે.