Not Set/ ભારતમાં બ્લેકબેરી બ્લેક ૨ થયો લોન્ચ, જાણો આ સ્માર્ટફોનના ફિચર્સ અને કિંમત

નવી દિલ્હી, અગ્રણી સ્માર્ટફોન કંપની બ્લેકબેરી દ્વારા એક નવો BlackBerry KEY 2 મોબાઈલ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બ્લેકબેરીનો આ પહેલો સ્માર્ટફોન છે જેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. BlackBerry KEY 2 સ્માર્ટફોન એલ્યુમિનિયમ એલોય ફ્રેમ સિરીઝ ૭ પર તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લેકબેરી કંપની દ્વારા સ્માર્ટફોન બનાવવાનું બંધ […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

અગ્રણી સ્માર્ટફોન કંપની બ્લેકબેરી દ્વારા એક નવો BlackBerry KEY 2 મોબાઈલ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બ્લેકબેરીનો આ પહેલો સ્માર્ટફોન છે જેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

BlackBerry KEY 2 સ્માર્ટફોન એલ્યુમિનિયમ એલોય ફ્રેમ સિરીઝ ૭ પર તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લેકબેરી કંપની દ્વારા સ્માર્ટફોન બનાવવાનું બંધ કરવામાં આવ્યું છે, પરંતુ હવે TCL દ્વારા બ્લેકબેરીના સ્માર્ટફોન બનાવવામાં આવે છે.

BlackBerry KEY 2 સ્માર્ટફોનની કિંમત ૪૨,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે અને આ સ્માર્ટફોનનું વેચાણ ૩૧ જુલાઈના રોજથી એમેઝોન પર શરુ થશે. સાથે સાથે આ સ્માર્ટફોન સાથે ICICI કાર્ડ યુઝર્સને ૪,૪૫૦ રૂપિયાનું કેશબેક પણ મળશે.

બ્લેકબેરી બ્લેક ૨માં ૪.૫ ઇંચની ફૂલ HD ડિસ્પ્લે તેમજ ૨.૫ HD કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ૬૪ બિટ ક્વોલ્કોમ સ્નેપડ્રેગન ૬૬૦ ઓક્ટાકોર પ્રોસેસર અપાયું છે.

બ્લેકબેરી બ્લેક ૨ની મેમરીની વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોનમાં ૬ GB રેમ અને ૬૪ GB ઈન્ટરનલ મેમરી અપાઈ છે.

આ ઉપરાંત ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે અને બંને કેમેરા ૧૨ મેગાપિક્સલના છે તેમજ ૮ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. આ કેમેરામાં ફેસ ડિટેકશન ઓટોફોકસ સાથે ડ્યુઅલ ટોન LED અને ૪ K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.

આ સ્માર્ટફોનની કનેક્ટિવિટી માટે ડ્યુઅલ સિમ સપોર્ટ, માઈક્રો SD કાર્ડ સપોર્ટ, વાઈફાઈ, બ્લ્યુટુથ, એનએફસી અને FM રેડિયો જેવા ફિચર્સ અપાયા છે, તેમજ આ મોબાઈલની બેટરી ૩૫૦૦ mAh છે.