Not Set/ ભારતમાં ફેક મેસેજ રોકવા માટે વોટ્સએપ દ્વારા લાવવામાં આવશે આ ફિચર્સ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સોશિયલ સાઈટ્સ મેસેન્જર વોટ્સએપ પર ફેક ન્યુઝ અંગેની અનેક ફરિયાદો સામે આવી રહી હતી  ત્યારે હવે કંપની દ્વારા વોટ્સએપમાં એક નવું ફિચર્સ લાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, વોટ્સએપ દ્વારા ફેક ન્યુઝ રોકવા માટે એક ફિચર્સ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તેના દ્વારા યુઝર્સને ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજને […]

Tech & Auto
fb post 1 ભારતમાં ફેક મેસેજ રોકવા માટે વોટ્સએપ દ્વારા લાવવામાં આવશે આ ફિચર્સ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સોશિયલ સાઈટ્સ મેસેન્જર વોટ્સએપ પર ફેક ન્યુઝ અંગેની અનેક ફરિયાદો સામે આવી રહી હતી  ત્યારે હવે કંપની દ્વારા વોટ્સએપમાં એક નવું ફિચર્સ લાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, વોટ્સએપ દ્વારા ફેક ન્યુઝ રોકવા માટે એક ફિચર્સ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તેના દ્વારા યુઝર્સને ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજને લિમીટ કરવાનો ઓપ્શન મળશે.

વોટ્સએપ દ્વારા જણાવ્યા અનુસાર, કંપની ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજને લિમિટ કરવાનું આ ફિચર્સ તમામ યુઝર્સને આપશે.

કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ફિચર્સ અપાયા બાદ એકવારમાં માત્ર પાંચ ચેટ્સ જ ફોરવર્ડ કરી શકાશે. આ સાથે મીડિયા મેસેજ પાસેથી એક ક્વિક ફોરવર્ડ બટન હટાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયામાં ભારતમાં જ સૌથી વધુ મેસેજ ફોટો અને વીડિયો ફોરવર્ડ કરવામાં આવે છે. જો કે હાલમાં વોટ્સએપમાં એક મેસેજને સિલેક્ટ કરીને ઘણા લોકોને મેસેજ ફોરવર્ડ કરી શકાય છે.

આ ઉપરાંત ભારતમાં વોટ્સએપના ૨૦૦ મિલિયનથી પણ વધુ યુઝર્સ છે અને આ જોતા વોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુક માટે પણ આ સૌથી મહત્વપૂર્ણ બજાર છે. બીજી બાજુ સરકાર દ્વારા પણ વોટ્સએપમાં ફેક ન્યુઝ રોકવા માટે નોટિસ મોકલવામાં આવી છે ત્યારે કંપની દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.