tapi news/ મનરેગા યોજના હેઠળ કૂવો બનાવવાની મંજુરી આપવા લાંચ લેનારો તાપી મનરેગા શાખાનો ટેક્નિકલ આસિસ્ટંટ ઝડપાયો

ACBએ જાળ બિછાવીને રૂ.3,500ની લાંચ લેતા ઝડપી લીધો

Gujarat

Tapi News : મનરેગા યોજના હેઠળ કૂવો બનાવવાની વહીવટી મંજુરી આપવા માટે એક વ્યક્તિ પાસેથી ર.3,500ની લાંચ લેતા તાપી ડલવણ ગ્રામ પંચાયતના મનરેગા શાખાના ટેક્નિકલ આસિસ્ટંટની ACBએ ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીને મનરેગા યોજના હેઠળ કૂવો બનાવવા માટે ગ્રામ પંચાયતમાં લાભાર્થીના નામની પસંદગી થઈ હતી. જે ગ્રામ પંચાયત તરફથી લાભાર્થીનો કૂવો બનાવવા માટે અરજી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં મોકલવામાં આવી હતી.

જેમાં લાભાર્થીનો કૂવો બનાવવા માટે આરોપી ડોલવણ ગ્રામ પંચાયત, મનરેગા શાખાના ટેક્નીકલ આસિસટન્ટ ફતેસિંગ શાંતુભાઇ ચૌધરીએ સ્થળ ચકાસણી કરી, એસ્ટીમેન્ટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી હતી. બાદમાં વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂ.3,500ની લાંચની માંગણી કરી હતી.

બીજીતરફ ફરિયાદીએ ACBમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ડોલવણ GEB ઓફિસની બાજુમાં ક્રિપા ઝેરોક્ષની બહાર જાળ બિછાવીહતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.3,500ની લાંચ લેતા ફતેસિંગ શાંતુભાઇ ચૌધરીની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો:બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….

આ પણ વાંચો:ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ અને બિલિંગ સાઇકલ નક્કી કરી શકશે!