Not Set/ iPhoneના યુઝર્સ થઇ જજો સાવધાન, આ બગ કરી શકે છે તમારો ફોન ક્રેશ

iPhoneના યુઝર્સ  માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ ગઈ છે. iOS 11માં એક એવું બગ  મળ્યું છે કે જે તેલુગુ ભાષાનો બગ છે. આ બગએ iPhoneને ક્રેશ કરી દે છે અને ત્યારબાદ જે એપમાં આ બગનો  મેસેજ આવ્યો હોય તે એપ એક્સેસ કરી શકાતી નથી. આ બગના લીધે વોટ્સએપ, ફેસબુક મેસેન્જર, આઉટ લુક અને જીમેઈલ […]

Tech & Auto
https 2F2Fblueprint api production.s3.amazonaws.com2Fuploads2Fcard2Fimage2F7154772F4f26a6f1 9056 4585 9e4a 17dbc5a66501 iPhoneના યુઝર્સ થઇ જજો સાવધાન, આ બગ કરી શકે છે તમારો ફોન ક્રેશ

iPhoneના યુઝર્સ  માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ ગઈ છે. iOS 11માં એક એવું બગ  મળ્યું છે કે જે તેલુગુ ભાષાનો બગ છે. આ બગએ iPhoneને ક્રેશ કરી દે છે અને ત્યારબાદ જે એપમાં આ બગનો  મેસેજ આવ્યો હોય તે એપ એક્સેસ કરી શકાતી નથી.

આ બગના લીધે વોટ્સએપ, ફેસબુક મેસેન્જર, આઉટ લુક અને જીમેઈલ પણ બંધ થઇ શકે છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ બગ એ ભારતીય ભાષા તેલુગુનો એક શબ્દ છે. જો આ શબ્દવાળું બગ એ iPhone પર મેસેજ કરીને મોકલવામાં આવે તો સામે વાળા વ્યક્તિનો આખો ફોન ક્રેશ થઇ જાય છે. તેટલું જ નહિ પણ આ બગના મેસેજને તમે ડીલીટ પણ નહિ કરી શકો.

ગયા વર્ષે પણ iPhone એક URLના લીધે આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ક્રેશ થયેલ iPhoneને ફોનના સેટિંગમાં જઈને ફોન રીસેટ કરવાથી ફોન એક્સેસ થઇ જાય છે અને  ફોન એક્સેસ કરવાનો બીજો રસ્તો એ છે કે iOS 11.3 વર્ઝન અપડેટ કરવાથી પણ ફોન ચાલુ થઇ જશે.