Not Set/ ઘોડેસવારી અને બેન્ડવાજા સાથે iphone X લેવા પહોચ્યો યુવક

આપણા દેશમાં કોઈ પણ ચીજવસ્તુના શોખ, દીવાનગી અને તે વસ્તુ મેળવવા માટેના જુસ્સાની કોઈ સીમા નથી. આં માટે લોકો કોઈ પણ હદે જઈ શકે છે. આ જ પ્રકારનું કઈ મહારાષ્ટ્રના થાણેમાં જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં થાણેના આ યુવકની આઈફોન X માટેની દીવાનગી જોઈ તમે વિચારતા રહી જશો. ભારતમાં એપલના સૌથી મોઘા સ્માર્ટફોન આઈફોન X નું વેચાણ શુક્રવારથી […]

Tech & Auto
iphone video 559 110317074911 ઘોડેસવારી અને બેન્ડવાજા સાથે iphone X લેવા પહોચ્યો યુવક

આપણા દેશમાં કોઈ પણ ચીજવસ્તુના શોખ, દીવાનગી અને તે વસ્તુ મેળવવા માટેના જુસ્સાની કોઈ સીમા નથી. આં માટે લોકો કોઈ પણ હદે જઈ શકે છે. આ જ પ્રકારનું કઈ મહારાષ્ટ્રના થાણેમાં જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં થાણેના આ યુવકની આઈફોન X માટેની દીવાનગી જોઈ તમે વિચારતા રહી જશો.

download 10 1 ઘોડેસવારી અને બેન્ડવાજા સાથે iphone X લેવા પહોચ્યો યુવક

ભારતમાં એપલના સૌથી મોઘા સ્માર્ટફોન આઈફોન X નું વેચાણ શુક્રવારથી જ શરુ થયું છે ત્યારે આઈફોન X માટે મોટી મોટી લાઈનો લાગી હતી ત્યારે થાણેમાં એક યુવક ઘોડા પર સવાર થઇ બેન્ડવાજા સાથે પહોચ્યો હતો. પહેલા તો લાઈનો માં ઉભા રહેલા લોકોને લાગ્યું કે, આ યુવક કોઈ લગ્નમાં જઈ રહ્યો છે પરંતુ જયારે લોકોએ તેના હાથમાં એક બોર્ડ જોયું અને તેમાં લખેલું હતું “આઈ લવ આઈફોન X. ત્યારબાદ લોકોને આ અંગે સમજાયું હતું.

ઘોડા પર બેઠેલા યુવક પર્લીવને સ્ટોરના માલિક આશિષ ઠક્કર પાસેથી નવું આઇફોન મળ્યું હતું. ત્યારબાદ પર્લીવએ જણાવ્યું હતું કે, તેના માટે ગૌરવની બાબત છે કે તેને નવો આઇફોન X મળ્યો.