Not Set/ આ ફિટનેસ ટ્રેનર ૧૦ દિવસ સુધી રમતો રહ્યો પબજી ગેમ અને પછી એવું થયું કે….

હાલ પબજી ગેમ ઘણી ડીમાન્ડમાં છે. નાનાથી લઈને મોટા સુધી સૌ કોઈને તેનું વળગાણ થઇ ગયું છે. ઓનલાઈન ગેમને લીધે જમ્મુ-કાશ્મીરમાં એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના એક ફિટનેસ ટ્રેનર જે ૧૦ દિવસથી પબજી ગેમ રમી રહ્યા હતા જેને લીધે તેમના મગજ પર તે એ હદે હાવી થઇ ગયું કે તે પોતાનું […]

Top Stories India Trending Tech & Auto
no 8 આ ફિટનેસ ટ્રેનર ૧૦ દિવસ સુધી રમતો રહ્યો પબજી ગેમ અને પછી એવું થયું કે....

હાલ પબજી ગેમ ઘણી ડીમાન્ડમાં છે. નાનાથી લઈને મોટા સુધી સૌ કોઈને તેનું વળગાણ થઇ ગયું છે. ઓનલાઈન ગેમને લીધે જમ્મુ-કાશ્મીરમાં એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના એક ફિટનેસ ટ્રેનર જે ૧૦ દિવસથી પબજી ગેમ રમી રહ્યા હતા જેને લીધે તેમના મગજ પર તે એ હદે હાવી થઇ ગયું કે તે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો હતો. ત્યારબાદ તેણે હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો.

આ ફિટનેસ ટ્રેનરની ઓળખાણ જાહિર તરીકે થઇ છે સુત્રોના જણાવ્યા પ્રમાણે તે ૧૦ દિવસથી પબજી ગેમ રમી રહ્યો હતો. ગેમમાં તે એટલો બધો ગૂંચવાઈ ગયો હતો કે ગેમ પત્યા બાદ તે પોતાને નુકશાન પહોચાડી રહ્યો હતો.

આ ફિટનેસ ટ્રેનરની સારવાર કરી રહેલા ડોકટરે કહ્યું કે હાલ પણ જાહિરની હાલત ગંભીર છે. તેનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયું છે. ડોક્ટરના કહેવા પ્રમાણે તે લોકોને ઓળખી તો રહ્યો છે પરંતુ ગેમની અસર તેના મગજ પણ ઘણી ગભીર રીતે પડી છે. તેનું મગજ સરખી રીતે કામ નથી કરી રહ્યું.

તમને જણાવી દઈએ કે ગેમિંગ રેવન્યુ મામલે ભારત ટોપ ૨૦ દેશોમાં શામેલ છે. ૨૦૨૧ સુધી ગેમિંગ માર્જેતની કમાણી ૧૦૦ અરબ ડોલરથી પણ અવધી શકે છે. રીપોર્ટ પ્રમાણે આખી દુનિયામાં ૨.૩ અરબ ગેમર્સ છે જેમાના ૨૨ કરોડ ગેમર્સ ભારતમાં છે.