Not Set/ ટેકનોલોજી/ લાવાએ લોન્ચ કર્યો તેનો Lava Z41, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

લાવાએ પોતાનો નવો સ્માર્ટફોન Lava Z41 ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. એન્ટ્રી લેવલ રેન્જમાં લોન્ચ કરાયેલા આ સ્માર્ટફોનને Android Go પર રજૂ કરવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચમાં કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા Lava Z41 નું આ અપગ્રેડ વર્જન છે. આપને જણાવી દઈએ કે, આ સ્માર્ટફોનની કિંમત 3,899 રૂપિયા છે અને તે દેશભરનાં તમામ રિટેલ […]

Tech & Auto
Lava Z41 ટેકનોલોજી/ લાવાએ લોન્ચ કર્યો તેનો Lava Z41, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

લાવાએ પોતાનો નવો સ્માર્ટફોન Lava Z41 ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. એન્ટ્રી લેવલ રેન્જમાં લોન્ચ કરાયેલા આ સ્માર્ટફોનને Android Go પર રજૂ કરવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચમાં કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા Lava Z41 નું આ અપગ્રેડ વર્જન છે.

આપને જણાવી દઈએ કે, આ સ્માર્ટફોનની કિંમત 3,899 રૂપિયા છે અને તે દેશભરનાં તમામ રિટેલ સ્ટોર્સ પર વેચવા માટે ઉપલબ્ધ રહેશે. આ ફોન બે કલર વેરિઅન્ટ્સ Midnight Blue અને Amber Red માં મળશે. Lava Z41 સ્માર્ટફોનની સાથે સાથે યુઝર્સને લોન્ચ ઓફર પણ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત Jio યૂઝર્સને 1,200 રૂપિયા અને 50GB  ડેટાનું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.

Lava Z41 ની સુવિધાઓની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 5.0 ઇંચનું ડિસ્પ્લે છે, તેનુ સ્ક્રીન રિઝોલ્યુશન 480 x 854 પિક્સલ છે. આ ફોન 1.4GHz quad-core Spreadtrum SC9832E પ્રોસેસર પર કામ કરે છે. સસ્તી કિંમતે લોન્ચ કરાયેલા આ સ્માર્ટફોનમાં, યૂઝર્સને 1 GB RAM અને 16 GB ઇન્ટરનલ મેમરી મળશે. આ સિવાય તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી 128 GB સુધી ડેટા વધારી શકો છો.

જો આપણે કેમેરા વિશે વાત કરીએ, તો Lava Z41 માં એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો રીઅર કેમેરો છે. વળી વીડિયો કોલિંગ અને સેલ્ફીની સુવિધા માટે ફોનમાં 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં આપેલા કેમેરામાં તમને રીઅલ ટાઇમ બોકહ, બ્યૂટી મોડ, એચડીઆર મોડ, બર્સ્ટ મોડ, ઓડિયો નોટ, પેનોરમા, નાઇટ શોટ, સ્માર્ટ સ્લીપ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. જેની મદદથી તમે વધુ સારી ફોટોગ્રાફીનો અનુભવ કરી શકો છો.

પાવર બેકઅપ માટે, આ સ્માર્ટફોનમાં 2,500 એમએએચની બેટરી છે કંપની અનુસાર 21 કલાકનો ટોક ટાઇમ, 6 કલાક વેબ બ્રાઉઝિંગ સમય, 37 કલાકનો ઓડિયો પ્લેબેક, 6 કલાકનો વીડિયો પ્લેબેક અને 490 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપવામાં સક્ષમ છે. વળી, કનેક્ટિવિટી વિકલ્પ તરીકે, ફોનમાં માઇક્રો યુએસબી પોર્ટ, વાઈફાઈ, યુએસબી ઓટીજી, બ્લૂટૂથ 3.5mm ઓડિયો જેક આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.