Not Set/ whatsapp દ્વારા ભારતમાં જોડવામાં આવ્યું આ ખાસ ફીચર્સ, જે તમારા માટે બની શકે છે ખૂબ ઉપયોગી

દિલ્લી, વિશ્વના સૌથી લોકપ્રિય મેસેન્જર વોટ્સએપ દ્વારા ભારતના યુઝરો માટે એક ખાસ સુવિધા આપવામાં આવી છે. હાલમાં વોટ્સએપ દ્વારા ભારતના યુઝરો માટે એક પેમેન્ટ ઓપ્શન આપવામાં આવ્યું છે જેના દ્વારા યુઝર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટ સહેલાઈથી રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. વોટ્સએપ દ્વારા શરુ કરવામાં આવેલું નવું ફીચર્સ whatsapp pay ડિજિટલ પેમેન્ટ એપ છે અને […]

Tech & Auto
whatsapp દ્વારા ભારતમાં જોડવામાં આવ્યું આ ખાસ ફીચર્સ, જે તમારા માટે બની શકે છે ખૂબ ઉપયોગી

દિલ્લી,

વિશ્વના સૌથી લોકપ્રિય મેસેન્જર વોટ્સએપ દ્વારા ભારતના યુઝરો માટે એક ખાસ સુવિધા આપવામાં આવી છે. હાલમાં વોટ્સએપ દ્વારા ભારતના યુઝરો માટે એક પેમેન્ટ ઓપ્શન આપવામાં આવ્યું છે જેના દ્વારા યુઝર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટ સહેલાઈથી રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.

whatsapp qr code 1 whatsapp દ્વારા ભારતમાં જોડવામાં આવ્યું આ ખાસ ફીચર્સ, જે તમારા માટે બની શકે છે ખૂબ ઉપયોગી

વોટ્સએપ દ્વારા શરુ કરવામાં આવેલું નવું ફીચર્સ whatsapp pay ડિજિટલ પેમેન્ટ એપ છે અને તે UPI પર આધારિત છે. વોટ્સએપના નવા વર્જન સાથે આ ફીચર્સ જોડવામાં આવ્યું છે જ્યાંથી તમે પોતાના કોન્ટેક્ટસના એકાઉન્ટમાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત વોટ્સએપ દ્વારા પેમેન્ટ ફીચર્સમાં QR CODEનો એક નવો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે જેના દ્વારા યુઝર આ QR કોડ સ્કેન કરીને રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.

પેટીએમને મળશે ટક્કર

paytm cashback offers whatsapp દ્વારા ભારતમાં જોડવામાં આવ્યું આ ખાસ ફીચર્સ, જે તમારા માટે બની શકે છે ખૂબ ઉપયોગી

મહત્વનું છે કે, ઓનલાઇન ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ પહેલાથી જ વોટ્સએપ પેમેન્ટ એપના ભારતમાં લોન્ચ થવાથી પરેશાન છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે નવું ફીચર્સ લોન્ચ થયા બાદ આ કંપનીને જોરદાર ટક્કર મળી શકે છે. કારણ કે QR કોડ સ્કેન કરીને રૂપિયા ટ્રાન્સફર કરવાનું ફીચર્સ પેટીએમમાં પહેલેથી જ આપવામાં આવ્યું છે.

 આ એપનો કઈ રીતે કરશો ઉપયોગ

વોટ્સએપના ૨.૧૮.૯૩ વર્જનના પેમેન્ટ ફીચર્સમાં QR CODE ઓપ્શન આપવામાં આવ્યું છે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે એન્ડ્રોઇડના વોટ્સએપમાં જઈને સેટીંગ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમને પેમેન્ટ ઓપ્શન મળશે અને ત્યારબાદ તમે Scan QR Code પર ક્લિક કરી શકો છો. અહિયાથી QR code સ્કેન કરવાનો ઓપ્શન મળશે અને આ કોડને સ્કેન કરીને રૂપિયા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. પરતું અ માટે તમારે એક પીન વેરિફિકેશન પણ કરવું પડશે.