Auto industry/ ઓટો સેક્ટર કોરોનાની ચપેટમાંથી બહાર આવવા લાગ્યું, પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ ઓગસ્ટમાં 39 ટકા વધ્યું

વાણિજ્યિક (માલ વહન) વાહનોનું વેચાણ 98 ટકાના ઉછાળા સાથે 53,150 યુનિટ રહ્યું છે. ઓગસ્ટ, 2020 માં આ આંકડો 26,851 યુનિટ હતો. જો તમે ગયા વર્ષે ઓગસ્ટ મહિના સાથે સરખામણી કરો છો, તો તેમાં તીવ્ર વધારો થયો છે.

Tech & Auto
વાહન ડીલરોની સંસ્થા

પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 39 ટકા વધીને ઓગસ્ટમાં 2,53,363 યુનિટ થયું છે. આ માહિતી ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા આપવામાં આવી છે, જે વાહન ડીલરોની સંસ્થા છે. ઓગસ્ટ 2020 માં પેસેન્જર વાહનોનું વેચાણ 1,82,651 યુનિટ રહ્યું હતું. ઓગસ્ટમાં દ્વિચક્રી વાહનોનું વેચાણ 7 ટકા વધીને 9,76,051 યુનિટ થયું છે જે એક વર્ષ અગાઉ સમાન મહિનામાં 9,15,126 યુનિટ હતું.

આ સમયગાળા દરમિયાન, વાણિજ્યિક (માલ વહન) વાહનોનું વેચાણ 98 ટકાના ઉછાળા સાથે 53,150 યુનિટ રહ્યું છે. ઓગસ્ટ, 2020 માં આ આંકડો 26,851 યુનિટ હતો. જો તમે ગયા વર્ષે ઓગસ્ટ મહિના સાથે સરખામણી કરો છો, તો તેમાં તીવ્ર વધારો થયો છે.

થ્રી વ્હીલર્સના વેચાણમાં 80 ટકાનો વધારો થયો છે

આ સમયગાળા દરમિયાન થ્રી વ્હીલર્સનું વેચાણ 80 ટકા વધીને 30,410 યુનિટ થયું છે. જે ગયા વર્ષના સમાન મહિનામાં 16,923 યુનિટ હતું. આ કેટેગરીમાં વાહનોનું કુલ વેચાણ ઓગસ્ટમાં 14 ટકા વધીને 13,84,711 યુનિટ થયું છે. જો આપણે ગયા વર્ષે ઓગસ્ટની વાત કરીએ, તો વર્ષ 2020 માં કુલ વાહનોનું વેચાણ 12,09,550 યુનિટ હતું.

કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પર પણ મોટી અસર પડી હતી. વાહનોના વેચાણમાં મોટો ઘટાડો થયો હતો અથવા એમ કહી શકીએ અટકી ગયો હતો. પરંતુ હવે કોરોનાની બીજી લહેર સાથે ફરી એકવાર તેની હકારાત્મક અસર દેખાવા લાગી છે.

જરૂરી જાણકારી / કાર માટે રેડિએટર ફ્લશ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા શું છે

Jio થયું 5 વર્ષનું / કંપનીનો દાવો – ડેટાની કિંમત 93%ઘટી, Jio ના બ્રોડબેન્ડ યુઝર્સ 4 ગણા વધ્યા

માર્ગદર્શિકા / લેપટોપ ખરીદતી વખતે, આ બાબતો ધ્યાનમાં રાખો, ક્યારેય અફસોસ નહીં થાય

માર્ગદર્શિકા / લેપટોપ ખરીદતી વખતે, આ બાબતો ધ્યાનમાં રાખો, ક્યારેય અફસોસ નહીં થાય

વ્યસન / શું તમારા બાળકને પણ મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સનું વ્યસન થઈ ગયું છે તો આ રીતે છોડાવો