વોટ્સએપ બીઝનેસ એપને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે.
૨૦ એમબીની આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો.
તેના દ્વારા યુઝર પોતાના ક્લાયન્ટ સાથે સરળતાથી વાતચીત કરી શકશે. આ માટે કંપનીએ બુકમાયશો , નેટફ્લિક્ષ અને મેકમાયટ્રીપ સાથે પાર્ટનરશીપ પણ કરી છે.

વોટ્સએપ બીઝનેસ એપને પહેલાં ઇન્ડોનેશિયા, મેક્સિકો, બ્રિટન અને અમેરિકામાં શુક્રવારે એટલે કે 19 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે પબ્લિક રિલિઝ પહેલા આ એપનું ટેસ્ટિંગ ભારત અને બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું. આ એપ ખાસ કરીને વેપારીઓને ધ્યાનમાં લઇને બનાવવામાં આવી છે. આ એપમાં બિઝનેસમેન પોતાની પ્રોફાઇલ બનાવી શકે છે અને પોતાના બિઝનેસની તમામ માહિતી,ઇ-મેઇલ અથવા સ્ટોર એડ્રેસ અને વેબસાઇટ જેવી માહિતી આપી શકે છે. સાથે જ તેમાં સ્માર્ટ મેસેજિંગ ટૂલ પણ આપવામાં આવી રહ્યું છે જેની મદદથી તમે ગ્રાહકોના પ્રશ્નોનો ઝડપથી જવાબ આપી શકો છે. આ એપમાં નવા ગ્રાહકો માટે ગ્રિટીંગ અને જો કંપની બિઝી હોય તો ‘અવે’ ઓપ્શન આપવામાં આવી રહ્યું છે.
આ ખાસ ફિચર્સ છે વોટ્સઅપ બીઝનેસ એપના
-બિઝનેસમાં ટેસ્ક્સ્ટ મેસેજોનો ઓટોમેટિક રિપ્લાય પણ કરી શકશો.
-આ એપમાં રિપ્લાય શિડ્યુઅલ પણ કરી શકશો.
-મોકલેલા મેસેજ અને રિસિવ કરેલા મેસેજની સંખ્યા પણ જોઇ શકશો.
-એપમાં રજીસ્ટર કરતી વખતે તમે તમારા બિઝનેસની કેટેગરી પસંદ કરી શકો છો.
-ઇન્સ્ટોલ કર્યા બાદ રજીસ્ટર કરતી વખતે તમે તેમાં જે પણ નામ સેટ કરશો તેને પછી ક્યારેય બદલી નહી શકો.
એક સર્વે મુજબ ભારત અને બ્રાઝીલમાં 80 ટકાથી વધુ નાના વેપારીઓનું માનવું છે કે વોટ્સએપ બીઝનેસના માધ્યમ દ્વારા તેમને ગ્રાહકો સાથે વાતચીત કરવામાં અને પોતાના વેપારનો વિસ્તાર કરવામાં મદદ મળશે.
