મારામારી/ લીંબડીમાં બે જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થતાં 10 લોકો ઇજાગ્રસ્ત

લીંબડી તાલુકાના જાખણ અને ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે જૂની વાતનું મનદુઃખ અને ફોન ઉપર અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી.

Gujarat
મારામારી લીંબડીમાં બે જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થતાં 10 લોકો ઇજાગ્રસ્ત

લીંબડી તાલુકાના જાખણ અને ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષોના 10 લોકોને નાની-મોટી ઈજા થઇ હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.ગુનો નોંધીને્ પોલીસે તપાસ હાથ ધરી છે
લીંબડી તાલુકાના જાખણ અને ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે જૂની વાતનું મનદુઃખ અને ફોન ઉપર અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બન્ને જ્ઞાતિના લોકો લાકડીઓ વડે એકબીજા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં જાખણ ગામના મહાવીરસિંહ ઝાલા, બિરેન્દ્રસિંહ ઝાલા અને મયુરસિંહ ઝાલાને ઈજા પહોંચી હતી. જયારે સામા પક્ષે નાગરભાઈ કાળુભાઈ, હંસાબેન નાગરભાઈ, વિનોદભાઈ કાળુભાઈ, રેખાબેન ભુપતભાઈ, ચંપાબેન કાળુભાઈ, પ્રભાબેન ધીરૂભાઈ અને રેખાબેન વિનોદભાઈને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.અને તપાસ હાથ ધરી છે