Accident/ આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 13 લોકોનો થયા મોત

આંધ્રપ્રદેશનાં કુરનૂલ જિલ્લામાં આજે સવારે 4 વાગ્યે થયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે.

India
PICTURE 4 203 આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 13 લોકોનો થયા મોત

આંધ્રપ્રદેશનાં કુરનૂલ જિલ્લામાં આજે સવારે 4 વાગ્યે થયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશનાં કુરનૂલ જિલ્લાનાં મદપુરમ નજીક ટેમ્પો-લારી વચ્ચેની ભીષણ ટક્કરમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે.

આપને જણાવી દઇએ કે, મૃતકોમાં 8 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ છે. વળી આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મૃતકો ચિત્તૂર જિલ્લાનાં મદનપલ્લીનાં રહેવાસી છે અને ટેમ્પોથી અજમેર દરગાહ તરફ જઇ રહ્યા હતા. કુરનૂલ જિલ્લાનાં કલેકટરે માહિતી આપી છે કે, આ અકસ્માતમાં તમામ મૃતકોની ઓળખ થઈ ગઇ છે અને ઘાયલોને કુરનૂલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ કુરનૂલ જિલ્લાનાં વેદાલૂરી મંડળનાં મડાપુરમમં રોડ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોનાં મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંધિત અધિકારીઓને રાહત અને તબીબી સહાય ઝડપી કરવા નિર્દેશ આપ્યો છે.

આ ઘટના સવારે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના વિશે માહિતી આપતા સબ ઈન્સ્પેક્ટર પેડડિયા નાયડુએ જણાવ્યું હતું કે બસ ચિત્તૂર જિલ્લાના મદનપલ્લે ગામથી રાજસ્થાનનાં અજમેર તરફ જઈ રહી હતી. બસ સવારનાં 3.30 વાગ્યે બસ મદારપુર ગામ પાસે પહોંચી હતી. ત્યારે બસ ખોટી દિશામાં ચાલી ગઈ હતી અને સામેની બાજુથી આવી રહેલી ટ્રકને ટક્કર મારી હતી. તેમણે કહ્યું કે, બસમાં 17 લોકો સવાર હતા. બસનાં ચાલક સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 4 ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને કુરનૂલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વળી મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને રાહત-બચાવ કામગીરીનું નિર્દેશન આપ્યુ હતું.

Election / પશ્ચિમ બંગાળમાં BJP નેતાની કાર પર બોમ્બ અને ગોળીઓથી કરાયો હુમલો 

કૃષિ આંદોલન / પોસ્ટર લગાવવા ગયેલા પોલીસકર્મી પર ખેડૂત આંદોલનકારીઓએ કર્યો હુમલો

ભાવ વધારો / કોરોના કાળમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ આસામને, આજે પણ આટલા પૈસાનો થયો વધારો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ