દુર્ઘટના/ આંધ્રપ્રદેશમાં ભયાનક રોડ અકસ્માત, 6 લોકોનાં મોત, મંત્રીએ વ્યક્ત કર્યો શોક

આંધ્રપ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 6 લોકોનું મોત નિપજ્યુ છે.

India
ગરમી 67 આંધ્રપ્રદેશમાં ભયાનક રોડ અકસ્માત, 6 લોકોનાં મોત, મંત્રીએ વ્યક્ત કર્યો શોક

આંધ્રપ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 6 લોકોનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 7 લોકો ઘાયલ થયા છે. આંધ્રપ્રદેશનાં કૃષ્ણા જિલ્લાના નુજીવીડુ મંડળનાં ગોલ્લાપલ્લી ગામ નજીક રવિવારે આ અકસ્માત થયો હતો.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક આટલા કરોડને પાર, US બાદ હવે બ્રાઝિલમાં વધ્યા કેસ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓડિશા રમેશ, ભુક્યા નાગરાજુ, બાનાવતુ સોના, બાનાવતુ નાગુ, ભુક્યા સોમલા અને બર્માવત બેબીનું મોત નીપજ્યું હતું. પાંચ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાનાવાતુ નાગુનું હોસ્પિટલમાં મોત થયું હતું. અકસ્માત સમયે ઓટોમાં કુલ 14 મજૂરો સવાર હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. વળી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે.

ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજી તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર

બીજી તરફ આરોગ્ય પ્રધાન આલ્લા નાનીએ માર્ગ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, માર્ગ અકસ્માતમાં મજૂરોનાં મોતથી તેઓ દુઃખી છે. મજૂરી કરીને જીવતા લોકોનાં મોત એ ખૂબ જ દુખદાયક ઘટના છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમજ મંત્રીએ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારી તબીબી સંભાળ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સરકાર મૃતકોનાં પરિવાર સાથે ઉભી રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ