Robbery/ મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

મહેસાણામાં વિજાપુરમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે….

Top Stories Gujarat
Image 2024 06 13T134931.202 મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

Mehsana: મહેસાણામાં વિજાપુરમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. વસઈ ગામે ગોઝારીયા-ડાભલા ચાર રસ્તા પાસે બે બાઈકસવારોએ વેપારીને લૂંટનો શિકાર બનાવ્યો હતો. રૂપિયા 10 લાખની લૂંટ થતાં સનસનાટી મચી જવા પામી છે.

આજકાલ ગુજરાત રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે. મહેસાણા જીલ્લામાં વિજાપુર ખાતે વસઈ ગામમાં ગોઝારીયા-ડાભલા ચાર રસ્તા પાસે લૂંટ ધોળાદહાડે મચાવી હતી. માહિતી મુજબ ચામુંડાનગર સોસાયટી નજીક લૂંટનો બનાવ બન્યો છે. અમદાવાદમાં તાંબા પિત્તળનો ભંગાર વેચી વેપારી આઇસર ટ્રકમાં બેસી જતા વિસનગર જતો હતો. દરમિયાન બે બાઈકચાલકે ટ્રકને ઓવર ટેક કરી બાઈકને અકસ્માત કર્યાના બહાને તકરાર કરી અંતે લૂંટ મચાવી હતી.

મળતી વિગતો મુજબ બાઈકસવારોએ ટ્રકમાં મૂકેલા રૂપિયા 10 લાખ લૂંટી ફરાર થઈ ગયા હતા. વસઈ પોલીસ સ્ટેશન.માં વેપારીએ લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ

આ પણ વાંચો: સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો: શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા