આતંકી હુમલો/ જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો, કોઈ જાનહાનિ નહિ

બુધવારે જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યો હતો, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે બપોરે આશરે 3:20 વાગ્યે શોપિયન શહેરના ઈમામસાહિબ ખાતે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની તપાસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ કહ્યું કે કોઈ જાનહાનિના સમાચાર નથી. તેઓએ જણાવ્યું હતું કે શૂટઆઉટ બાદ […]

India
a 134 જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો, કોઈ જાનહાનિ નહિ

બુધવારે જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યો હતો, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અધિકારીઓએ આ માહિતી આપી.

તેમણે કહ્યું કે બપોરે આશરે 3:20 વાગ્યે શોપિયન શહેરના ઈમામસાહિબ ખાતે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની તપાસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું.

અધિકારીઓએ કહ્યું કે કોઈ જાનહાનિના સમાચાર નથી. તેઓએ જણાવ્યું હતું કે શૂટઆઉટ બાદ અંધાધૂંધીનો ફાયદો ઉઠાવતા હુમલાખોરો નાસી છૂટયા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલાની ઘટના ખુબજ વધારે બની રહી છે. અગાઉ પણ એક હુમલો આવો જ થયો હતો. જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. જ્યારે આજે ફરીથી આવી જ એક ઘટના બની જતાં લોકોની અંદર ભારે ભય બેસી ગયો છે.