હુમલો/ કાશ્મીરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો,એક જવાન ઘાયલ

ઘાટીમાં શાંતિની પુનઃસ્થાપનાથી નિરાશ થયેલા આતંકવાદીઓએ શ્રીનગરના ડાઉનટાઉનમાં ટ્રાફિક પોલીસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો છે.

Top Stories India
kashmir કાશ્મીરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો,એક જવાન ઘાયલ

ઘાટીમાં શાંતિની પુનઃસ્થાપનાથી નિરાશ થયેલા આતંકવાદીઓએ શ્રીનગરના ડાઉનટાઉનમાં ટ્રાફિક પોલીસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો છે. જેમાં એક જવાન ઘાયલ થયા છે.

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં બુધવારે સાંજે ડાઉનટાઉનના રાજોરિકાદલમાં આતંકવાદીઓએ ટ્રાફિક પોલીસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ઘાયલ જવાનની સારવાર ચાલી રહી છે.

સુરક્ષા દળોએ પુલવામા જિલ્લામાં બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. જૈશ-એ-મોહમ્મદનો લીડર યાસિર પારે પણ આમાં સામેલ છે. બીજા આતંકીની ઓળખ ફુરકાન તરીકે થઈ છે. તે લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો. આતંકવાદીઓની સૂચના બાદ સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું.