Not Set/ રસોડા માટે ઉપયોગીછે આ ટીપ્સ,રસોઇ બનાવતા પહેલા જાણવી જરૂરી

રોજબરોજ રસોડામાં વાપરવામાં આવતી વસ્તુઓને થોડી સાવચેતીસાથે રાખવામાં આવે તો અનેક મુશ્કેલીઓનો સામનોનથી કરવો પડતો, તો ચાલો જાણીએ રોજબરોજ ઉપયોગમાં આવે તેવી ટીપ્સ

Tips & Tricks Lifestyle
12 રસોડા માટે ઉપયોગીછે આ ટીપ્સ,રસોઇ બનાવતા પહેલા જાણવી જરૂરી

રસોઇ બનાવતા સમયે કોઇને કોઇ ભુલથતી જ હોય છે અથવા એવી થોડી માહિતી જે રસોઇ બનાવતા સમયે ઘણી ઉપયોગી નિવડે છે. એટલુ જ નહીં પરંતુ રોજબરોજ રસોડામાં વાપરવામાં આવતી વસ્તુઓને થોડી સાવચેતીસાથે રાખવામાં આવે તો અનેક મુશ્કેલીઓનો સામનોનથી કરવો પડતો. તો ચાલો જાણીએ રોજબરોજ ઉપયોગમાં આવે તેવી ટીપ્સ.

*       કડક થયેલા લીંબુને થોડીવાર ગરમ પાણીમાં રાખવાથી રસ સારો નીકળે છે.

*       નૂડલ્સને બાફી લીધા પછી તેમાં થોડું ઠંડંુ પાણી નાખવામાં આવે તો તે છુટ્ટી રહેશે.

*       એક ચમચી ખાંડને ભૂરી થાય ત્યાં સુધી ગરમ કરો. તેને કેકના મિશ્રણમાં મિક્સ કરો, તેનાથી કેકનો રંગ સારો બનશે.

કાપેલા સફરજન પર લીંબુનાં થોડાં ટીપાં નાખવામાં આવે તો તે કાળું નહીં પડે.

*       મરચાના ડબ્બામાં થોડી હિંગ નાંખવાથી તે વધુ સમય સુધી ચાલશે.

*       ખીર બનાવતા સમયે ચોખામાં થોડું મીઠું નાખવાથી ખીરની મીઠાશ પણ ઓછી થશે અને તે વધુ સ્વાદિષ્ટ લાગશે.

*       ટામેટાંને શેકવા હોય તો તેના પર તેલ લગાવીને શેકવા જોઈએ. જેના કારણે ટામેટા જલ્દી છોલાઈ જાય છે.

*       ભજિયા અને પકોડા સર્વ કરતાં પહેલાં તેના પર ચાટ મસાલો લગાવવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

*       પરાઠા બનાવતા સમયે તેમાં એક બાફેલો બટાકો અને એક ચમચી અજમો નાંખવાથી તે સ્વાદિષ્ટ તો બને જ છે સાથે તે ખાવામાં નરમ પણ લાગે છે.

*       ફણગાવેલું અનાજ ફ્રીઝમાં મૂકતાં પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો તો તેમાંથી ગંધ નહીં આવે.

*       સાબુદાણાના વડા બનાવતા સમયે તેમાં થોડો રાજગરાનો લોટ મિક્સ કરવાથી વડા તૂટતા નથી. બટાકા પણ મિક્સ કરી શકાય.

*       ઈડલી બનાવતા સમયે તેના કૂકરમાં ઢાંકણ ઊંધંુ મૂકવાથી ઈડલીમાં પાણી વરસે નહીં અને તે જલ્દી બની જશે.

*       દહીં રાતે જમાવાનું ભૂલી ગયા હોય અને બપોરે તેની જરૃર હોય તો ઉકાળેલા દૂધમાં જમાવટ વધુ નાંખીને ડબ્બો બંધ કરી તેને તડકામાં અથવા તો સ્ટેબીલાઇઝર પર રાખવાથી દહીં જામી જશે.