જમ્મુ-કાશ્મીર/ શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 લોકો ઇજાગ્રસ્ત

શ્રીનગર શહેરના નિશાત વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો છે, જેમાં નવ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આતંકવાદીઓ દ્વારા હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો

Top Stories India
3 23 શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 લોકો ઇજાગ્રસ્ત

શ્રીનગર શહેરના નિશાત વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો છે, જેમાં નવ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આતંકવાદીઓ દ્વારા હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલો દાલ તળાવના કિનારે મુગલ ગાર્ડન પાસે થયો હતો. સાત ઘાયલોને SHMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બેને SKIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે આ વિસ્ફોટ અંગે કેસ નોંધી લીધો છે અને આતંકવાદીઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પુલવામામાં, બહાદુર સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકવાદીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. રવિવારે સુરક્ષા દળોએ જિલ્લામાં મળી આવેલા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણને નષ્ટ કરીને મોટી દુર્ઘટનાને ટાળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે, જે ટળી ગયો છે.

ઉલ્લેખનીય છે કે  સુરક્ષા દળોએ પુલવામાના ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો વજનનો IED મળ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે ત્રાલના બેહગુંડ વિસ્તારમાં લગભગ 10-12 કિલો IED મળી આવ્યો છે. તેને નષ્ટ કરવા માટે પોલીસ અને સેના કામે લાગી છે. મોટી ભયંકર ઘટના ટળી છે.