Delhi News: દિલ્હી બોમ્બ વિસ્ફોટોને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે, આતંકવાદી હુમલાનું જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન બહાર આવ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશે ભારતમાં આતંક ફેલાવવા માટે ત્રણ શંકાસ્પદ ડોક્ટરો, ઉમર, મુઝમ્મિલ અને શાહીનને હવાલા દ્વારા 20 લાખ રૂપિયા મોકલ્યા હતા.
જૈશનું હવાલા કનેક્શન
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ પૈસા પાકિસ્તાનથી ભારતમાં હવાલા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના એક હેન્ડલરે હવાલા નેટવર્કનો ઉપયોગ કરીને આતંકવાદી કાવતરું પાર પાડવા માટે આ ત્રણ આતંકવાદી ડોક્ટરોને પૈસા પૂરા પાડ્યા હતા. તપાસ એજન્સીઓ હવે હવાલા નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
3 લાખ રૂપિયાના 26 ક્વિન્ટલ NPK કેમિકલ ખરીદ્યા હતા
આતંકવાદીઓ 20 લાખમાંથી 3 લાખના 26 ક્વિન્ટલ NPK (નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ) રસાયણો ખરીદવા માટે ખર્ચા હતા. આ રસાયણનો ઉપયોગ સામાન્ય રીતે ખેતીમાં ખાતર તરીકે થાય છે. તેનો ઉપયોગ વિસ્ફોટકો બનાવવા માટે પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહીન અને ઉમર વચ્ચે બાકીના પૈસાને લઈને વિવાદ થયો હતો. જોકે, ડૉ. મુઝમ્મિલ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. સૂત્રના હવાલાથી દિલ્હી પોલીસે પુષ્ટિ આપી હતી કે વિસ્ફોટ સ્થળ પરથી બે જીવંત રાઉન્ડ, 9-મીલીમીટર કેલિબર પિસ્તોલ અને એક બંદૂક સહિત 3 કારતુસ મળી આવ્યો છે.
આ પણ વાંચો:રાજસ્થાનમાં NCBની મોટી કાર્યવાહી, રસાયણોનો જથ્થો જપ્ત
આ પણ વાંચો:ગુજરાતમાં આવી યુપી,રાજસ્થાન ATSની ટીમો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
આ પણ વાંચો:દિલ્હી બ્લાસ્ટ કેસ : ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSના અમદાવાદમાં ધામા
