Not Set/ ખેડૂત આંદોલનનો 10મો દિવસ, ભારત બંધનાં એલાનની આપી ચીમકી

દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ છે. નવા કૃષિ કાયદા સામે 9 દિવસથી રસ્તાઓ પર આંદોલન કરી રહેલા ખેડુતોએ શુક્રવારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી.

Top Stories India
farmer protest delhi.jpg1 ખેડૂત આંદોલનનો 10મો દિવસ, ભારત બંધનાં એલાનની આપી ચીમકી
  • દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ
  • ખેડૂતો અને સરકાર વચ્ચે મળશે બેઠક
  • આંદોલનનાં ઉકેલ માટે કરાશે પ્રયાસ
  • 8મી ડિસે.ભારત બંધનાં એલાનની જાહેરાત
  • ભારતીય કિસાન સંઘ દ્વારા બંધનાં એલાનની ઘોષણા
  • પાંચમા તબક્કાની વાતચીત કરાશે

દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ છે. નવા કૃષિ કાયદા સામે 9 દિવસથી રસ્તાઓ પર આંદોલન કરી રહેલા ખેડુતોએ શુક્રવારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જો અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ 8 ડિસેમ્બરે ભારત બંધ કરશે. ખેડુતોએ કહ્યું કે, તે દિવસે તેઓ ટોલ પ્લાઝા પર પણ ચક્કાજામ કરશે. સરકાર સાથેના પાંચમા રાઉન્ડની વાતચીત પહેલા ખેડૂત નેતાઓ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. 

farmer protest delhi 1 ખેડૂત આંદોલનનો 10મો દિવસ, ભારત બંધનાં એલાનની આપી ચીમકી

ખેડૂત નેતા ગુરનમસિંહ ચધૂનીએ જણાવ્યું હતું કે, જો શનિવારની વાતચીત દરમિયાન કેન્દ્ર સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો તેઓ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પોતાનું આંદોલન વધારે તીવ્ર બનાવશે.

ખેડૂત નેતા હરવિંદર સિંઘ લખવાલે કહ્યું કે, આજે અમારી બેઠકમાં અમે 8 ડિસેમ્બરે ‘ભારત બંધ’ નું એલાન આપવાનું નક્કી કર્યું છે, જે દરમિયાન અમે તમામ ટોલ પ્લાઝા પણ કબજો કરીશું. ” તેમણે કહ્યું કે, જો આ કૃષિ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અમે દિલ્હીના બાકીના રસ્તાઓ અવરોધિત કરવાની યોજના બનાવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…