જૂનાગઢ/ અંધ કન્યા છાત્રાલય જૂનાગઢમાં luis બ્રેઇલ ની 213 મી જન્મ જેન્તી ઉજવાય

આજરોજ અંધ કન્યા છાત્રાલય જવાહર રોડ જુનાગઢ મુકામે અંધજનો ની રાહ ચિંધનાર એવા ઓલ વિશ્વના અંધજનો ના ભગવાન સમાન luis braille નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

Gujarat
aaaa અંધ કન્યા છાત્રાલય જૂનાગઢમાં luis બ્રેઇલ ની 213 મી જન્મ જેન્તી ઉજવાય

આજરોજ અંધ કન્યા છાત્રાલય જવાહર રોડ જુનાગઢ મુકામે અંધજનો ની રાહ ચિંધનાર એવા ઓલ વિશ્વના અંધજનો ના ભગવાન સમાન luis braille નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો જેમાં કન્યા છાત્રાલયની અંધ લાભાર્થી દીકરીઓ દ્વારા બ્રેઇલ વાંચન લેખન તેમજ વક્તૃત્વ સ્પર્ધા અને લુઇબ્રેલ વંદનાની વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી.

જેમાં મુચકુંદ ગુફા ભવનાથના મહંતશ્રી રાજેન્દ્રગીરીબાપુ, ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ પંડયા ,તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ મારડિયા, ટ્રસ્ટીશ્રી બટુક બાપુ , ટ્રસ્ટીશ્રી મુકેશગિરી મેઘનાથી ટ્રસ્ટીશ્રી મનહરસિંહ બાપુ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવી આજની સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ વિજેતા પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને મહંત શ્રી રાજેન્દ્રગીરીબાપુ દ્વારા તમામ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ડ્રેસ આપી આજના શુભ પ્રસંગે પ્રોત્સાહિત કર્યા હતા.

તેમજ સંસ્થાની છાત્રાલયમાં રહેતી મહિપાલ હિનાએ આંગળીના ટેરવે luis braille શોધેલી લિપિ નું વાંચન કરેલું અને મુછડીયા ચાંદની બહેને લુઇબ્રેલ ના જન્મદિવસ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને કવિતાબેન ચંદેરા એ બ્રેઇલ લિપિનું લેખન કરી લુઇબ્રેલ ની યાદ અપાવી અને લૂઈબ્રેઈલ વિશે સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ શ્રી સ્મિતાબેન સોરઠીયા એ luis braille નો ઇતિહાસ વર્ણવ્યો હતો.

તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા એ આજના પ્રસંગે સંસ્થાનો પરિચય અને લાભાર્થી દીકરીઓને શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમ પૂર્ણ કરેલ