Panchmahal/ જિલ્લામાં ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 72 માં પ્રજાસત્તાક દિનની કરાશે ઉજવણી

પંચમહાલ જિલ્લામાં આગામી 26 મી જાન્યુઆરી, 2021 નાં 72 માં પ્રજાસત્તાક દિનનો ઉજવણી કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાશે….

Gujarat Others
pjimage 11 જિલ્લામાં ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 72 માં પ્રજાસત્તાક દિનની કરાશે ઉજવણી

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં આગામી 26 મી જાન્યુઆરી, 2021 નાં 72 માં પ્રજાસત્તાક દિનનો ઉજવણી કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાશે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર 400 ઉપસ્થિતજનોની મર્યાદામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

pjimage 12 જિલ્લામાં ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 72 માં પ્રજાસત્તાક દિનની કરાશે ઉજવણી

સવારે 09:00 કલાકે ગૃહરાજ્યમંત્રીના વરદહસ્તે ધ્વજવંદન અને સલામી યોજાશે. ત્યારબાદ મંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ અને ઉદબોધન કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ- કર્મચારીઓ- અધિકારીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માન પણ કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે રિહર્સલ યોજાયું હતું.

pjimage 13 જિલ્લામાં ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 72 માં પ્રજાસત્તાક દિનની કરાશે ઉજવણી

જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી ફેરફારો અંગે સૂચના-માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે પરેડ નિરીક્ષણ કરી કાર્યક્રમ સુચારૂરૂપે યોજાય તે માટે કોરોના સંક્રમણ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા, પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ, પરેડ, વૃક્ષારોપણ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને જિલ્લાની સરકારી કચેરીઓને રોશની કરી શણગારવામાં આવી રહી છે.

Banaskantha: ભાભરમાં અસામાજીક તત્વોનાં આતંક વિરુદ્ધ MLA ગેનીબેન ઠાકોરનાં ધરણા

Ahmedabad: એલિસબ્રિજનાં MLA રાકેશ શાહનાં ડ્રાઈવરનાં મોબાઈલની લૂંટ કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો