Air India/ આરોપી શંકર મિશ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, આ રીતે કર્યું લોકેશન ટ્રેસ

શંકર મિશ્રાને પકડવા માટે તેઓએ એરપોર્ટ પર એલર્ટ જારી કર્યું, તેનો ફોન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો અને બેંક વ્યવહારો પર નજર રાખી. તેના ઠેકાણા પર કેટલીક કોંક્રિટ લીડ મળ્યા પછી તેઓએ…

Top Stories India
Shankar Mishra Judicial custody

Shankar Mishra Judicial custody: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શંકર મિશ્રાને ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં મહિલા પર કથિત રીતે પેશાબ કરવા બદલ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. પટિયાલા હાઉસ કોર્ટે આરોપી શંકર મિશ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ થશે. કોર્ટે શંકર મિશ્રાના જામીન પર નોટિસ જારી કરી છે. દિલ્હી પોલીસના ટોચના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે શંકર મિશ્રાને પકડવા માટે તેઓએ એરપોર્ટ પર એલર્ટ જારી કર્યું, તેનો ફોન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો અને બેંક વ્યવહારો પર નજર રાખી. તેના ઠેકાણા પર કેટલીક કોંક્રિટ લીડ મળ્યા પછી તેઓએ બેંગલુરુમાં એક ટીમ તૈનાત કરી. આ પછી જ શુક્રવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શંકર મિશ્રાએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, પરંતુ તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ તેના મિત્રો સાથે વાત કરવા માટે કરતો હતો. જેના કારણે પોલીસને તેનું લોકેશન મળી ગયું હતું. મિશ્રાએ તેના ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઓછામાં ઓછો એક વખત ઉપયોગ પણ કર્યો હતો. બીજી તરફ ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ડેપ્યુટી પોલીસ કમિશ્નર રવિ કુમાર સિંહે જણાવ્યું કે આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસની ટીમે બેંગલુરુથી ધરપકડ કરી છે. તેને દિલ્હી લાવવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આરોપી બેંગ્લોરના સંજય નગરમાં તેની બહેનના ઘરે રહેતો હતો.

આ ઘટના બાદ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને ફ્લાઈટમાં કોઈપણ અયોગ્ય વર્તનની તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે, પછી ભલે એવું લાગે કે મામલો ઉકેલાઈ ગયો છે. એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં પેશાબ કરવાના મુદ્દે થયેલા હોબાળા બાદ એરલાઈન કર્મચારીઓને મોકલવામાં આવેલા વિભાગીય મેલમાં આ વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat/વડોદરામાં 3.80 કિલો ગ્રામ ચરસના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, 7 લાખનો મુદ્દામાલ જપ્ત