Jamnagar News/ જામનગરમાં મેગા ઓપરેશન ડીમોલિશનની તૈયારી કરતું તંત્ર, કમિશનર અને SP એ સ્થળોની કરી ચકાસણી

જામનગરના બર્ધન ચોક, દરબારગઢ, માંડવી ટાવરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રની કવાયત, નદીનાં પટમાં થયેલ દબાણો પણ દૂર થશે. આજે મ્યુનિ. કમિશનર-જિલ્લા પોલીસ વડા સહિતના કાફલા એ સ્થળ મુલાકાત લીધી.

Gujarat Top Stories Others Breaking News

Jamnagar News: જામનગરના બર્ધન ચોક, માંડવી ટાવર વિસ્તારમાં ફેરીયા અને પાથરણાં વાળાઓ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ધંધો કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને આજે મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા પોલીસવડા સહિતના કાફલાએ સ્થળ મુલાકાત લઈને સર્વેક્ષણ કર્યું હતું. આ સાથે જ નદીના પટમાં થયેલા ગેરકાયદે દબાણને દૂર ખસેડવા માટે પણ અધિકારીના કાફલા એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મતલબ કે આગામી ટૂંક સમયમાં જ જામનગરમાં મોટાપાયે દબાણ સાફ સુફી થવાના એંધાણો વર્તાઈ રહ્યા છે.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાય છે, સમયાંતરે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા દબાણોને દૂર કરવામાં આવે છે. પરંતુ બીજા દિવસથી ફરી અહી ફેરિયાઓ ધંધાર્થીઓ ત્યાં ગોઠવાઈ જતા હોય છે. આથી માથાના દુખાવા રૂપ આ સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ નક્કર આયોજન કર્યું છે. જેના ભાગરૂપે આજે મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, SP પ્રેમસુખ ડેલુ, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, Dysp ઝાલા, PI ચાવડા મનપાના અન્ય અધિકારી એન આર દીક્ષિત, સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા તેમજ વિશાળ પોલીસ કાફલો સહિતનાઓ દ્વારા આજે બર્ધન ચોક વિસ્તારની મુલાકાત લઈને ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને બર્ધન ચોકમાં એક હંગામી ચોકી ઉભી કરવામાં આવશે. જ્યાં પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારી હાજર રહેશે. વિસ્તારમાં દબાણ કરતાં ફેરિયા, દબાણ કરનારાને  ત્યાંથી દૂર ખસેડવામાં આવશે. ઉપરાંત શાક માર્કેટ થી  દરબારગઢ સુધીના રોડમાં ડિવાઇડર બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ દરબારગઢ વાળી સમગ્ર બિલ્ડિંગમાં કવર્ડ ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાનનો માલ સામાન બહાર ગોઠવી દઈને ફૂટપાથમાં પણ દબાણ કરવામાં આવ્યું છે. આજે પણ મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાંથી ફેરીયાઓને અને રેકડી ધારકોને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નદીના પટમાં ગેરકાયદે અસંખ્ય દબાણો કરવામાં આવ્યા છે. પરિણામે વરસાદી પાણીના વેણ રોકાય છે, અને અમુક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસે છે. આ સમસ્યાના નિરાકરણ માટે પણ આયોજન થઈ રહ્યું છે. એટલે કે ટૂંક સમયમાં આ વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. મળતી માહિતી મુજબ નદીના પટ નજીકના બચુ નગર પાસેના કેટલાક દબાણ કારોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. ટૂંકમાં શહેરનાં બર્ધન ચોક વિસ્તારની ટ્રાફિક સમસ્યા તેમજ વરસાદી પાણીના વેણ રોકાવાની સમસ્યાના કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર કવાયત કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં ઈન્ડિયન એરફોર્સ દ્વારા યોજાશે એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમ બતાવશે અદ્ભુત આકાશી નજારો

આ પણ વાંચો: જામનગરનું વનતારા બે માદા હાથીને આવકારવા સજ્જ

આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદ અને જામનગરના કોર્પોરેટર સામે થયેલી ફરિયાદ રદ કરવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી