Electric Cars/ Tata Tigor ને ટક્કર આપવા અમદાવાદની કંપની બનાવશે સસ્તી ઇલેક્ટ્રિક કાર, અહીં જાણો કિંમત

ઘણી કંપનીઓએ ભારતમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે અને અન્ય કંપનીઓ ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, દેશમાં સસ્તી

Trending Tech & Auto
સસ્તી ઇલેક્ટ્રિક કાર

ભારતમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોના ખિસ્સા પર ઘણી અસર પડી રહી છે. વધતી જતી કિંમતોથી પરેશાન દરેક વ્યક્તિનો ઝોક ઈલેક્ટ્રિક કાર તરફ છે. ઘણી કંપનીઓએ ભારતમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે અને અન્ય કંપનીઓ ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, દેશમાં સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવવાના પ્રયાસો શરૂ થયા છે.

અમદાવાદની એક કંપની જેનસોલ એન્જિનિયરિંગે દાવો કર્યો છે કે તે ગ્રાહકોને લગભગ રૂ. 6 લાખમાં ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહી છે. ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે કંપની એક અમેરિકન સ્ટાર્ટઅપને હસ્તગત કરવા જઈ રહી છે. આ સ્ટાર્ટઅપ જેનસોલને ઇલેક્ટ્રિક કાર બનાવવાની ટેક્નિકલ એક્સપર્ટાઇઝ આપશે.

a 30 Tata Tigor ને ટક્કર આપવા અમદાવાદની કંપની બનાવશે સસ્તી ઇલેક્ટ્રિક કાર, અહીં જાણો કિંમત

એક રિપોર્ટ અનુસાર, જેનસોલ સોલર પાવરનો બિઝનેસ કરે છે. કંપનીએ ગયા શુક્રવારે રોકાણકારોને જણાવ્યું હતું કે તે ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ હસ્તગત કરશે. જેનસોલે ન તો અમેરિકન સ્ટાર્ટઅપનું નામ આપ્યું છે કે ન તો તે એક્વિઝિશન માટે કેટલી રકમ ચૂકવશે તેનો ખુલાસો કર્યો છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનમલો સિંહ જગ્ગી કહે છે કે ભારતમાં સસ્તી ઇલેક્ટ્રિક કારની જરૂર છે. અહીં અમને 5-6 લાખની કિંમતની કારની જરૂર છે.જગ્ગી કહે છે કે ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન ઉદ્યોગમાં મોટા ફેરફારોની જરૂર છે.આ ત્યારે જ થઈ શકે છે જ્યારે દેશમાં 5 લાખથી ઓછી કિંમતમાં ઇલેક્ટ્રિક કાર વેચાય.

હાલમાં ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tigor છે જેની કિંમત 12.4 લાખ છે. હાલમાં જ એમજી મોટર્સ ઇન્ડિયાએ કહ્યું હતું કે તે 10-12 લાખ રૂપિયામાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આટલું જ નહીં, એવા અહેવાલો છે કે Hyundai ઓછી કિંમતમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો:ટ્વિટરે લોન્ચ કર્યું નવું ફીચર, હવે બે લોકો મળીને કરી શકશે ટ્વીટ

આ પણ વાંચો:હવે સ્પેસમાં ફરતા નકામા ઉપગ્રહોને કરાશે સાફ, આ જંકના કારણે ઘણા અભિયાનો નિષ્ફળ રહ્યાં હતા

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર કંઈપણ શેર કરતા પહેલા એક વાત જાણી લો, તમારી ભૂલ તમને કઈ કલમોમાં જેલમાં મોકલશે!