એલર્ટ/ વાયુસેનાએ તૈાકતેની પરિસ્થિતિ માટે 16 કાર્ગો વિમાન અને 18 હેલિકાપ્ટર તૈનાત કર્યા

વાયુસેનાએ 16 માલવાહક વિમાન અને 18 હેલિકોપ્ટર તૈયાર રાખ્યા છે.

India
cargo વાયુસેનાએ તૈાકતેની પરિસ્થિતિ માટે 16 કાર્ગો વિમાન અને 18 હેલિકાપ્ટર તૈનાત કર્યા

ભારતીય વાયુસેનાએ શનિવારે કહ્યુ કે તૈકતે વાવઝોડાની પરિસ્થિતિ સામે પહોચી વળવા માટે 16 માલવાહક વિમાન અને 18 હેલિરોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે તટીય વિસ્તારોમાં કોવિડ 19થી પ્રભાવિત વિસ્તારોમાં રાહત કેન્દ્રીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કારણ કે ખરાબ મોસમના લીધે આ વિસ્તારમાં અભિયાન પ્રભાવિત થઇ શકે છે.

વાયુસેનાના એક નિવેદનમાં કહ્યું હતું કે વાયુસેનાએ  તૈાકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભારના 16 માલવાહક વિમાન અને 18 હેલિકાેપ્ટરને સ્ટેન્ડ ટુ  રાખ્યા છે. કારણ કે પશ્વિમ તટીય વિસ્તારમાં ભારે વરસાદ થવાની આશંકા છે. નિવેદનમાં જણાવ્યું હતું કે એક આઇએલ-76 વિમાન ભંથિડાથી 127 જવાનો અને 11 ટન સામાન લઇને જામનગર પહોચ્યો છે.વાયુસેનાએ જણાવ્યું છે કે સી-130 વિમાન 25 જવાનો અને 12.3 ટન સામાન લઇને રાજકોટ પહોચ્યો છે.જયારે અન્ય બે સી-130 વિમાન 126 જવાનો અને 14 ટન સામાન લઇને ભુવનેશ્વરથી જામનગર પહોંચ્યો છે.

મૈાસમ વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડા તૈાકતે વધુ મજબૂત થઇ ગયો છે.આ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદર નાગર હવેલી તરફ તૈાકતે વધી રહ્યો છે. આના લીધે મુબઇમાં ઝડપી હવા ચાલી શકે છે. અને ભારે વરસાદ થઇ શકે છે.શનિવાર રાત્રે આ તૈાકતે વધુ મજબૂત બનશે.18 મે સુધી આ તૈાકતે ગુજરાતના પોરબંદર અને નલિયા તટથી નીકળશે.