Not Set/ કોંગ્રેસની ગાંધી ત્રિપુટી અનિર્ણયની કેદી બની કે શું ?

કાં તો નિર્ણયો ખોટા પડે છે અને કાંતો પગલાં લેવામાં મોડા પડે છે, જી-૨૩ના નેતાઓએ ફરી મોવડીઓને પડકાર્યા હવે તો સંગઠનની ચૂંટણી કરો

India Trending
કોંગ્રેસના પતનની શરૂઆત

પંજાબમાં અમરીન્દરસિંઘને મુખ્યમંત્રી પદેથી હટાવવા, નવજાેત સિધ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવા અને પછી સિધ્ધુએ જે રીતે નાટકીય રીતે રાજીનામું આપ્યું તે પહેલે તબક્કે તો કોંગ્રેસના મોવડી મંડળે ફગાવી દીધું. વળી સિધ્ધુએ હોદ્દા પર ચાલુ રહેવા માટે ત્રણ શરત મૂકી પરંતુ છેલ્લે મળતા અહેવાલો પ્રમાણે કેપ્ટન નવી ઈનિંગની તૈયારી કરી રહ્યાં છે તેવે સમયે કોંગેસે મુખ્યમંત્રી પદ માટે જે દલિત કાર્ડ ઉતરી દાવ લીધો તે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જાે કે આ બધા નાટકના કારણે કોંગ્રેસ હાસ્યાસ્પદ બની રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ તો હવે ખૂલ્લેઆમ કહી રહ્યા છે કે પંજાબમાં હવે કોંગ્રેસના પતનની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી ચૂંટણીમાં ત્યાં દિલ્હીવાળી થવાની છે. સિધ્ધુ અંગે કેટલાક લોકો એવી ટકોર કરી રહ્યા છે કે ભાજપનો ઉડી ગયેલો બલ્બ કોંગ્રેસે પોતાના ઘરમાં લગાવ્યો તો ત્યાં શોર્ટ સરકીટ જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે.

 

jio next 5 કોંગ્રેસની ગાંધી ત્રિપુટી અનિર્ણયની કેદી બની કે શું ?
નવજાેત સિધ્ધુ હવે રાહુલ ગાંધીની જેમ જ મજાકનું પાત્ર બની રહ્યા છે. આ બધા સંજાેગો વચ્ચે જી-૨૩ના નામે ઓળખાતા જૂથના નેતાઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. કોંગ્રેસના અનેક આગેવાનોના કેસ લડનાર અને પક્ષના ચૂંટણી ભંડોળમાં પણ સૌથી વધુ યોગદાન આપનારા કપીલ સિબ્બલે ગુરૂવારે પત્રકાર પરિષદ બોલાવીને સનસનાટી મચાવી દીધી છે. તેમની પત્રકાર પરિષદમાં ઘણા ‘સટાકા’ મોવડીમંડળને લગાવ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના કાયમી અધ્યક્ષની વાતમાં તારીખ પે તારીખ જેવી સ્થિતિ કેમ ઉભી થાય છે ? પંજાબનો નિર્ણય કોણે લીધો ? આમ કહીને તેમણે સીધો ઈશારો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ત્રિપુટી પર કર્યો છે. તેમણે કહ્યું કે અમે જી-૨૩વાળા પક્ષના વફાદાર સેનાપતિઓ છીએ. જીહજુરીયા નથી. અમે ચાંપલુસી કરવામાં હરગીઝ માનતા નથી. પક્ષના સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસને જીવંત રાખવા અમે લોહી રેડ્યું છે. અમારી નજર સામે બે-બે વર્ષથી પક્ષના કાયમી પ્રમુખ ન હોય તે સંજાેગોમાં પક્ષનો પરાજય ન થાય તો બીજું શું થાય ? વર્ષો જૂના અમારા પક્ષને અમે દેશનો સૌથી મજબૂત પક્ષ જાેવા માગીએ છીએ. ભાજપને મજબૂત લડત આપી તેનો વિકલ્પ બની શકે તેવી કોંગ્રેસનું અમારે સર્જન કરવું છે. બીજી બાજુ તમીલનાડુ રાજ્યસભાની બેઠક માટે રાહુલ ગાંધીની જીદને કારણે રાજ્યસભામાં ન જઈ શકનાર જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં વિરોધ પક્ષના પુર્વ નેતા ગુલામનબી આઝાદ પણ કોંગ્રેસનો એક બાગી ચહેરો છે. તેમણે સીડબલ્યુસીની પુનઃ રચના, તેની બેઠક બોલાવવા અને પક્ષના કાયમી અધ્યક્ષની નિમણૂક કરવા માગણી કરી છે.

Untitled 54 કોંગ્રેસની ગાંધી ત્રિપુટી અનિર્ણયની કેદી બની કે શું ?

ટૂંકમા જી-૨૩ના બે અગ્રણી કોંગ્રેસી નેતાઓએ ફરી એકવાર કોંગ્રેસની નેતાગીરી સામે પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. આ બેમાંથી એકપણ નેતા ભાજપમાં જવાના નથી અને કોંગ્રેસ છોડવાના પણ નથી તે વાસ્તવિકતા છે. આ નેતાઓ કહે છે કે ૨૦૧૪ બાદ દેશમાં ક્રમશઃ કોંગ્રેસની જે હાલત થઈ તેનાથી અમે વ્યથિત છીએ. બાગી નેતાઓ કહે છે કે જે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ઈનચાર્જ હોય તે પક્ષ રાજ્યોમાં શું પ્રભાવ પાડી શકવાનો હતો ? કપીલ સીબ્બલ અને ગુલામનબી આઝાદ એ બન્નેએ કેટલાક રાજ્યોમાં પણ કોંગ્રેસમાં વચગાળાની વ્યવસ્થા ચાલે છે તેવું કહ્યું છે. ચૂંટણી આવી રહી છે તેવા રાજ્યોમાં કોંગ્રેસની આવી હાલત પક્ષનો સફાયો કરી શકે. બીજું કોઈ પરિણામ લાવી શકે નહિ તે હકિકત છે.

જો પ્રણવ મુખર્જી PM બન્યા હોત તો સંઘના મંચ પર ગયા હોત? - BBC News ગુજરાતી
કોંગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા ભાજપ પર અને સંઘ પરિવાર પર પ્રહારો કરવામાં શૂરા છે પરંતુ સાથોસાથ ગાંધી પરિવારની ચાંપલૂસી કરવામાંથી નવરા પડતા નથી. ભૂતકાળમાં કોંગ્રેસને અનેક વખત સંકટમાંથી ઉગારનાર અને સાચા અર્થમાં સંકટમોચક બનનાર પ્રણવ મુખરજી હયાત નથી. તેમનો પુત્ર ટીએમસીમાં જાેડાયો છે તો તેમની પુત્રી શમિષ્ઠા મુખરજીએ તો રાજ્કારણને અલવિદા કહી દીધી છે. મમતા બેનરજીએ ભાજપના બદલે કોંગ્રેસને તોડી વિવિધ રાજ્યોમાં પોતાની તાકાત વધારી રહ્યા છે. ત્રિપુરા અને આસામ બાદ ગોવામાં કોંગ્રેસના અડધો ડઝન જેટલા નેતાઓને કોંગ્રેસનો કેસ ઉતરાવીને ટીએમસીનો ખેસ પહેરાવી દીધો છે. આ ગોવામાં ટીએમસીમાં જાેડાનારા આ નેતાઓ મજબૂત જનાધારવાળા નેતાઓ છે. પ્રશાંત કિશોર બાબતમાં કોંગ્રેસની નેતા ત્રિપૂટી નિર્ણય લઈ શકી નથી. હવે પ્રશાંત કિશોરની કંપનીનો પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી સુધી કોન્ટ્રાક્ટ વધ્યો અને અધુરામાં પુરૂ હોય તેમ પી.કે. મમતા બેનરજી જ્યાંથી ચૂંટણી લડે છે તે પશ્ચિમ બંગાળના ભવાનીપુર મતવિસ્તારના મતદાર બની ગયા છે. તેમને રાજ્યસભામાં મોકલવાનો તખ્તો ટીએમસીએ તૈયાર કર્યો છે. જાે આ અનુમાન વાસ્તવિકતામાં ફેરવાય તો પી.કે. કોંગ્રેસમાં આવવાની તકો પર પહેલા અલ્પવિરામ અને પછી સમય જતાં પૂર્ણવિરામ પણ મૂકાઈ શકે છે. આ જરાય સારી નિશાની નથી. ગુજરાતના બીજા દિગ્ગજ નેતા અને પુર્વ મુખ્યમંત્રી પુર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ તો રાજ્ય સ્તરના નેતાઓ સાથે બેઠક ગોઠવી. જાે કોંગ્રેસનું મોવડીમંડળ બોલાવે તો પક્ષમાં પ્રવેશવાની તૈયારી દર્શાવી ચૂક્યા છે પણ તેમને પક્ષમાં પરત લેવા કે ન લેવા તે અંગે કોંગ્રેસની નેતા ત્રિપુટી કોઈ નિર્ણય લઈ શકતી નથી. બિહારના નેતા અને જેએનયુ (દિલ્હી)ના પુર્વ પ્રમુખ કનૈયાકુમારને કોંગ્રેસનો ખેસ પહેરાવી દેવાયો છે. જિજ્ઞેશ મેવાણી પોતે વૈચારીક રીતે કોંગ્રેસ સાથે હોવાનું જાહેર કરી ચૂક્યા છે. જિજ્ઞેશ મેવાણીના કોંગ્રેસમાં વૈચારિક આગમનથી પણ વર્ષો બાદ કોંગ્રેસને એક મજબૂત ચહેરો મળ્યો છે.

ભૂ-માફિયા સામે અલ્પેશ ઠાકોર મેદાને, ભૂમાફિયાના નામ પુરાવા સાથે કર્યા જાહેર  : ચોંકાવનારા ખુલાસાઓ - GSTV
ગુજરાતના બીજા એક યુવા નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવ્યા, ધારાસભ્ય પણ બન્યા પરંતુ પછી ભાજપની જાળમાં ફસાઈ તે પક્ષમાં ભળી ગયા. જાે કે તેઓ જે વિસ્તાર રાધનપુરમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા ત્યાં ભાજપના ઉમેદવાર તરીકે જીતી શક્યા નથી. વાત સાબિત કરે છે કે તેમની ચૂંટણી જીત કોંગ્રેસના કારણે હતી. પોતાનો કોઈ અલગ જનાદાર નથી. હાર્દિક પટેલ કે જેને કોંગ્રેસે કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે ૨૦૧૭માં કોંગ્રેસમાં નહોતા ત્યારે ‘પાસ’ના નેતા તરીકે ઘણા કોંગ્રેસી ધારાસભ્યોને ચૂંટણી જીતાડી શક્યા હતા. પરંતુ કોરોનાકાળમાં યોજાયેલી વિધાનસભાની એકપણ પેટાચૂંટણી કોંગ્રેસને જીતાડી શક્યા નથી અને સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ મોવડીઓના વલણથી હાર્દિક પટેલ નારાજ છે તેવી વાતો થઈ તેઓ સ્થાનિક ચૂંટણીમાં પાસના જૂના કાર્યકરોને કોંગ્રેસની ટિકિટ પણ અપાવી શક્યા નહિ. આ સંજાેગોમાં પરિસ્થિતિ એવી થઈ કે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે તેવી છાપ ભાજપ અને આપમાં ગયેલા તેમના જૂના સાથીદારોએ ઉભી કરી છે. આ માટેના દોષનો ટોપલો પણ કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓની સાથે અનિર્ણયના કેદી બનેલા ગાંધી ત્રિપુટી સહિતના મોવડીમંડળ પર પણ ઢોળી શકાય તેમ છે. કોંગ્રેસના મોવડીઓ જાે આ રીતે અનિર્ણયના કેદી રહેશે તો ખોવાઈ જશે તે વાત નિશ્ચિત છે. જી-૨૩ના નેતાઓની વાત સાવ ખોટી તો નથી જ.

દાણચોર / આતંરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાન દાણચોર પકડાયો,હેરોઇનના છ પેકેટ મળ્યા