Not Set/ ઈંગ્લેન્ડ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, 2 ખેલાડી કોરોના પોઝિટિવ

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમ્યાન રમાવાની છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારત માટે એક ખરાબ સમાચાર આવી ગયા છે.

Top Stories Sports
11 308 ઈંગ્લેન્ડ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, 2 ખેલાડી કોરોના પોઝિટિવ
  • ભારતીય ટીમના બે ખેલાડીઓને થયો કોરોના
  • ઈંગ્લેન્ડમાં ત્રીજી વેવની ઝપટે આવ્યા બે ખેલાડી
  • ટીમ ઇન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે
  • WTC ફાઇનલ બાદ રજાઓ માણી રહ્યા છે ખેલાડીઓ
  • BCCIએ બંને ખેલાડીઓના નામ ન જાહેર કર્યા
  • એક ખેલાડી આઇસોલેશનમાં જ નેગેટિવ પણ થયો
  • બીજો ખેલાડી હાલ આઇસોલેશનમાં જ સારવાર હેઠળ
  • 4 ઓગસ્ટથી શરૂ થશે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમ્યાન રમાવાની છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારત માટે એક ખરાબ સમાચાર આવી ગયા છે. ઈંગ્લેન્ડમાં કોરોનાનાં કેસમાં ઝડપી વધારાની અસર ટીમ ઈન્ડિયાને પણ પડી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી સામે આવ્યા પછી, ખેલાડી આઇસોલેટ થઈ ગયા છે. આ સમાચાર બાદ હવે ચેપગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા પણ વધી શકે છે.

ધ હન્ડ્રેડ લીગ / આગામી સપ્તાહથી ઇંગ્લેન્ડમાં રમાશે આ અનોખી 100 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ કે જેમાં પાંચ બોલની હશે ઓવર

ઈંગ્લેન્ડમાં, તાજેતરનાં સમયમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના કારણે ઈંગ્લિશ ટીમમાં પણ આ સંક્રમણનો પ્રવેશ થઇ ગયો હતો. ઈંગ્લેન્ડનાં 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો સંક્રમિત થઇ ગયા છે. હવે ભારતીય ખેલાડીઓ પણ કોરોના ટેસ્ટમાં સંક્રમિત થઇ રહ્યા છે. ભારતીય ટીમનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ મળ્યાં છે, જેેણે હવે ટીમ ઈન્ડિયાની મુસિબત વધારી દીધી છે. જેના કારણે, બાકીની ટીમ સાથે આ ખેલાડી ડરહમ પહોંચશે નહીં, જ્યાં ભારતીય ખેલાડીઓ ટેસ્ટ સીરીઝની તૈયારી માટે થવાની પ્રેક્ટિસ મેચ માટે એકત્ર થશે. હાલમાં ટીમ ઈન્ડિયાનાં આ સભ્યની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2 નું શેડ્યુલ જાહેર કરતું ICC, પોઇન્ટ સિસ્ટમ બનાવી સરળ

યુકેનાં મીડિયા અનુસાર, આ ખેલાડીએ થોડા દિવસો પહેલા ગળામાંથી દુ:ખાવો થવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ થયેલી તપાસમાં સંક્રમિત  હોવાનુ સામે આવ્યુ હતુ. તાજેતરમાં, આ ખેલાડી તેના સગાનાં ઘરે આઇસોલેટ થઇ ગયા છે. આ સાથે, કેટલાક અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનાં સભ્યો કે જેઓ તેના સંપર્કમાં આવ્યા હતા, તેઓને પણ ત્રણ દિવસ માટે ક્વોરેન્ટીન રાખવામાં આવ્યા હતા, જે હવે ખતમ થઈ ગયું છે. હમણાં સુધી, આ સભ્ય ટીમ સાથે ડરહમમાં કેમ્પનો ભાગ નહીં બને. આ ભારતીય ખેલાડી સંક્રમણમાંથી ઠીક થયા પછી જ ડરહમ જશે.