કોરોના સંક્રમણ/ વકીલ મંડળે જીલ્લા સેસન્સ જજને લખ્યો પત્ર

જામનગરમાં કોરોના સંક્રમણ વધતા વકીલોએ ૩૧ માર્ચ સુધી કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

Gujarat Others
vlcsnap 2021 03 23 22h51m50s772 વકીલ મંડળે જીલ્લા સેસન્સ જજને લખ્યો પત્ર

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા જામનગર વકીલ મંડળ દ્વારા કોર્ટ કાર્યવાહી બંધ રાખવા અંગે જીલ્લા સેન્સ જજને પત્ર પાઠવીને જાણ કરી હતી. તેમજ માંગણી કરી હતી કે હાલમાં કેસનું સ્ટેટસ જ તે સ્ટેજે જાળવી રાખવા માંગણી કરી હતી.

vlcsnap 2021 03 23 22h51m40s427 વકીલ મંડળે જીલ્લા સેસન્સ જજને લખ્યો પત્રસમગ્ર રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રી ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સચિવાલયના કર્મચારીઓ, મંત્રીઓ તેમજ સેક્રેટરીઓ પણ કોરોના સંક્રમિત થતા તેઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે જામનગર વકીલ મંડળ દ્વારા ૩૧ માર્ચ સુધી કોર્ટ કાર્યવાહીથે અળગા રહેવાનો નિર્ણય લીધો છે.  તેમજ આ અંગે જીલ્લા સેશન્સ જજને જામનગર વકીલ મંડળે પત્ર પાઠવીને જાણ કરી છે કે કેસનું સ્ટેટસ જે તે સ્ટેજે જ જાળવી રાખવાની માંગ સાથે સેસન્સ જજને પત્ર લખીને જાણ કરી છે.