Cricket/ વન-ડે ક્રિકેટમાં આ ખેલાડીએ અણનમ ત્રેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 મેચની સિરીઝ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે.

Top Stories Sports
10 12 વન-ડે ક્રિકેટમાં આ ખેલાડીએ અણનમ ત્રેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

ક્રિકેટની રમતમાં અવારનવાર અકલ્પીય રેકાર્ડ બનતા હોય છે અને તુટતા હોય છે.સામાન્ય રીતે ક્રિકેટમાં ત્રેવડી સદી કોઇ ક્રિકેટર મારી શકે? હા વાત સાચી છે, ઓસ્ટ્રેલિયાના સ્ટીફન નીરોએ ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. સ્ટીફન નીરોએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ત્રેવડી સદી ફટકારી હતી અને તે અંત સુધી અણનમ રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીફન નીરોએ બ્લાઈન્ડ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે 140 બોલમાં 309 રન બનાવ્યા, જેમાં 49 ચોગ્ગા અને 1 સિક્સરનો સમાવેશ થાય છે. તેમણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક બનાવ્યા. સ્ટીફન નીરોએ પોતાની ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તે ODI ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે. તેમણે પાકિસ્તાનના મસૂદ જાનનો 24 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો. મસૂદે 1998માં પ્રથમ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 262 રન બનાવ્યા હતા.

 

 

આ શ્રેણીમાં સ્ટીફન નીરોની આ સતત ત્રીજી સદી છે. તેમણે પ્રથમ મેચમાં 113 અને બીજી મેચમાં 101 રન બનાવ્યા હતા. તેની એવરેજ 500થી ઉપર છે. સ્ટીફન નીરોની વિસ્ફોટક બેટિંગના દરેક લોકો ચાહક બની ગયા છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 મેચની સિરીઝ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે.

સ્ટીફન નીરોની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરની મેચમાં 542 રન બનાવ્યા હતા. આટલા મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ મેચમાં ક્યાંય જોવા મળી ન હતી.ન્યુઝીલેન્ડની ટીમ 272 રન જ બનાવી શકી હતી. નીરો સિવાય માઈકલ જેનિસે પણ 58 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે 266 રનની ભાગીદારી કરી હતી.