Not Set/ ઉપલેટામાં કૌટુંબિક ઝઘડામાં ખેલાયું મહાભારતનું યુદ્ધ, જાણો શું છે સમગ્ર ઘટના

કૌટુંબિક જગડા માં મહાભારત નું યુદ્ધ સર્જાઈ ગયું છે અને તેમાં પરિવાર ના સભ્યો એજ પોતાના પરી જનો ની હત્યા કરી નાખી છે, આવીજ ઘટના રાજકોટ જિલ્લા ના ઉપલેટા માં બની છે જ્યાં એક કાકી એ પોતાની ભત્રીજી ની હત્યા કરી નાખી છે

Gujarat Surat

કૌટુંબિક જગડા માં મહાભારત નું યુદ્ધ સર્જાઈ ગયું છે અને તેમાં પરિવાર ના સભ્યો એજ પોતાના પરી જનો ની હત્યા કરી નાખી છે, આવીજ ઘટના રાજકોટ જિલ્લા ના ઉપલેટા માં બની છે જ્યાં એક કાકી એ પોતાની ભત્રીજી ની હત્યા કરી નાખી છે અને હાલ આખો પરિવાર પોલીસ કસ્ટડી માં છે, ઘટના છે ઉપલેટા શહેર ના લેઉવા પટેલ સમાજ સામે ની સર્વોદય સોસાયટીની અહીં રહેતા બાવાજી પરિવાર ની, ગત તારીખ ના રોજ પરિવાર ની 9 વર્ષ ની દીકરી અગાસી ઉપરથી પડી જતા મ્ર્ત્યુ થયા નું જાહેર થયું હતું અને ઉપલેટા પોલીસ દ્વારા અકસ્માત મ્ર્ત્યુ નોંધી ને તપાસ કાર્યવાહી શરૂ કરેલ હતી,

શું છે ઘટના

ઉપલેટા સર્વોદય સોસાયટી માં રહેતા બાવાજી નિમાવત પરિવાર રહે છે પરિવાર માં ચેતનભાઈ નિમાવત તેના પત્ની કિરણ બેન અને તેની બે દીકરી એક 14 વર્ષ ની કાવ્ય  અને બીજી 10 વર્ષ ની દીકરી આયુષી  સાથે રહે છે તેની સાથે તેના દિયર મયુરભાઈ અને તેની પત્ની વંદના અને તેના બે દીકરા 13 વર્ષ નો માનવ અને 8 વર્ષ નો મંત્ર સાથે રહેતા હતા,  ચેતનભાઈ અને મયુરભાઈ બંને સાથે શહેર માં સાબુ ની શોપ ચલાવે છે અને ગુજરાન ચલાવે છે. ગત 8 તારીખે મારી દેરાણી બપોરે જમી ને અમારા મકાન ના ઉપર ના ભાગે તેના રૂમ માં ચાલ્યા ગયા હતા અને થોડી વાર પછી જમી ને હું પણ મારા રૂમ ની બહાર હોલ માં tv જોતી હતી.

બપોરે અઢી વાગ્યે મારા ભત્રીજા માનવ અને કાવ્ય ના ઓનલાઈન કલાસ શરૂ હોય એવો ઓનલાઈન ભણતા હતા, થોડી વાર પછી આયુસી અને તેની કિરણ તેના રૂમ માં ગયા હતા, અને સેટી ઉપર બેઠા હતા થોડી વાર પછી મારી દીકરી બહાર હોલ માં જ્યાં TV રાખેલ છે ત્યાં ગઈ હતી અને જતા જતા મારા રૂમ નો દરવાજો બંધ કરી દીધો હતો અને હું સેટી ઉપર સુઈ ગઈ હતી, આશરે  4 : 30 વાગ્યે મારી દેરાણી મારા રૂમ નો દરવાજો ખોલી ને રાડા રાડ કરી હતી, અને મને ઉઠાડી ને ઈશારા થી જોવા મને કહ્યું હતું, મેં ઉભા થઇ ને જોયુ તો મારી દીકરી આયુસી લોહી લુહાણ હાલત માં સીડી  ના પગથિયાં ઉપર પડી હતી, મારી દેરાણી વંદના ની ચીસો સાંભળી ને મારી દીકરી કાવ્યા અને ભત્રીજો માનવ પણ બહાર આવ્યા હતા અને ઘટના જોઈ હતી, મારી દીકરી ને જોતા આયુસી નું માથું વચ્ચે ના ભાગે થી ફાટી ગયું હતું અને લોહી લુહાણ હતું, મારી દેરાણી વંદના એ તરતજ આયુસી ને બાથ માં લઇ ને ફળિયા માં લઇ લીધી હતી અને મેં મારી ડેલી ખોલી ને રાડો પાડી હતી અને કોઈ દવાખાને લઈ જવા નું જણાવેલ હતું, સામે રહેતો યુવાન  ઘરે આવ્યો ત્યારે મારી દેરાણી યુવાન ના એક્ટિવા માં ડોકટર કનસાગરા ની ક્રિષ્ના હોસ્પિટલ માં લઇ ગયા હતા અને પાછળ પાછળ હું અને શીતલ બેન હોસ્પિટલ પોહોંચ્યાં હતા મેં રસ્તામાં થી મારા પતિ ચેતન અને મારા દિયર મયુર ને ફોન કર્યો અને બંને ભાઈઓ હોસ્પિટલ આવ્યા હતા જ્યાં ડોક્ટરે આયુસી ને તપાસી ને તપાસી ને મૃત જાહેર કરી હતી અને સરકારી હોસ્પિટલ લઈ જઈ ને PM કરવા જણાવ્યું હતું,

અહીં આ જોઈ ને બધા રોઈ ઉઠ્યા હતા, અને આયુસી નો મૃત દેહ લઈ ને ઘરે આવ્યા હતા , ત્યારે મારા પતિ અને મારા દિયર અમારા સગા વહાલા ને જાણ કરી હતી અને બધા ભેગા થતા સ્મશાને જઈ ને તેના અંતિમ વિધિ કરી અને ઘરે પરત ફર્યા હતા અને ઘરે આવી સુઈ ગયા હતા

બાળકી આયુસી ની હત્યા થઈ છે તેની શંકા શુ થયુ

બીજા દિવસે આયુસી ની માતા કિરણ સાવરે કોઈ કામ શર મકાન ના ધાબા ઉપર ગઈ હતી, અને ત્યાં આયુસી ની માતા કિરણે અહીં અગાસી ઉપર લોહી ના ધાબા , લોહી વાળો બ્લેન્કેટ, ટુવાલ સહીત માં લોહી ના ધાબા જોવા મળેલ, સાથે સાથે ધાબા ઉપર લોહી ના ડાઘ સાફ કરેલ જોવા મળ્યા હતા, જેને લઈ ને આયુસી ની માતા ને શંકા ગઈ અને જેને લઈ ને આયુસી ની માતા પોલીસ સ્ટેશને જઈ ને સમગ્ર હકીકત જણાવેલ હતી, અને પોલીસે તપાસ શરૂ કરી હતી, FSL અનેં પોલીસ તપાસ માં બાળકી ને માથા માં દસ્તા જેવી વસ્તુ મારી ને હત્યા નિપજાવેલ હોવા નું જાણવા મળેલ હતું,પોલીસે આ કામ ન આરોપી તરીકે મૃતક આયુસી નાં પિતા ચેતનભાઈ કાકા મયુર ભાઈ અને કાકી વંદના બેન ની ઘરપક્કડ કરી છે,

બાળકી આયુસી ના મોત બાદ તેના પિતા ચેતન ભાઈ કાકા માયુરભાઈ એ કોઈ જાત ની હક્કીક્ત પોલીસ માં જાહેર કરી ન હતી અને કાયદા ની રુએ કોઈ PM કે અન્ય પોલીસ ને જાણ નહિ કરતા પોલીસે ઘટના ને દબાવી દેવા અને આ કૃત્ય માં આયુસી ની કાકી સાથ આપવા બદલ ઘરપક્કડ કરી હતી, કાકી એ સંગીરા કે જે ટીવી જોતી હતી તેને કામ છે કહી ઉપર લઈ જઈ માથામાં દસ્તો મારી માથું ફાડી નાખેલ અને પગથિયે આવી રાડા રાડ કરેલ હતી.

શા માટે કિરણે આયુસી હત્યા કરી

જેમાં કિરણ અને તેની દેરાણી વંદના વચ્ચે અવારનવાર ઝગડા ચાલતા હતા, સાથે સાથે આયુસી અને તેનો ભત્રીજો મંત્ર વચ્ચે પણ ઝગડા થયા કરતા હતા, સાથે સાથે વંદના નો મોબાઈલ પણ કિરણે લઈ ને વાપરતી હતી જેને લઈ ને વંદના ને ખાર હતો અને તેણે મોકો જોઈ ને આયુસી નું કાસળ કાઢ્યું હતું. હાલ તો એક હસતો રમતો પરિવાર આંતરિક ઝગડા માં એક બાળકી ની હત્યા થઈ છે અને તેના હત્યા પાછળ 3 સભ્યો જેલ ના સળિયા ગણી રહ્યા છે