Not Set/ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત ભારત માટે સારો સંકેત નથીઃ CM અમરિંદર સિંહ

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની હવે શરૂઆત થઇ ગઇ છે. તાલિબાન શાસનનાં પુનરાગમન જોઈને પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે ચિંતા વ્યક્ત કરી છે.

Top Stories World
અફઘાનિસ્તાનમાં

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની હવે શરૂઆત થઇ ગઇ છે. તાલિબાન શાસનનાં પુનરાગમન જોઈને પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દેશની તમામ સરહદો પર વધારાની તકેદારી પર ભાર મૂક્યો હતો. તે સ્પષ્ટપણે માને છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો ભારત માટે કોઈપણ રીતે સારો સંકેત નથી.

1 130 અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત ભારત માટે સારો સંકેત નથીઃ CM અમરિંદર સિંહ

આ પણ વાંચો – નવી દિલ્હી / PM મોદી એ ‘સદૈવ અટલ’ સમાધિ ખાતે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

મુખ્યમંત્રી અમરિંદક સિંંહે એક ટ્વિટમાં લખ્યું છે કે, અફઘાનિસ્તાનનું તાલિબાનનાં હાથમાં જવું એ આપણા દેશ માટે સારો સંકેત નથી. આ ભારત સામે ચીન-પાકિસ્તાન જોડાણને મજબૂત કરશે. ચીન પહેલાથી જ ઉઇગુરને લઈને લશ્કરની મદદ માગી ચૂક્યું છે. આ સંકેતો બિલકુલ સારા નથી, હવે આપણે આપણી બોર્ડર પર વધારે સાવચેત રહેવાની જરૂર છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન ભાગી ગયા છે. તેમણે આ અંહે દલીલ આપી છે કે, દેશમાં વધારે લોહીની નદીઓ ન વહે તે માટે તેમણે આ પગલુ ભર્યુ છે. સામાન્ય અફઘાનોમાં ગભરાટનું વાતાવરણ છે. મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. લોકોને ડર છે કે તાલિબાન શાસન હેઠળ ફરી શરિયા અથવા ઇસ્લામિક કાયદો કડક રીતે લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત અફઘાન છોકરીઓનાં શિક્ષણ અને મહિલાઓનાં કામ પર પ્રતિબંધ રહેશે. જો કે, તાલિબાનનાં પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે મીડિયા અહેવાલોમાં કહ્યું છે કે, શરિયા કાયદાનો ચુસ્તપણે પાલન કરતા હિઝાબ પહેર્યા બાદ છોકરીઓ અભ્યાસ કરી શકે છે. દરમિયાન, એવા સમાચાર પણ આવી રહ્યા છે કે અફઘાનિસ્તાનનું નવું નામ ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન  હશે.

1 131 અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત ભારત માટે સારો સંકેત નથીઃ CM અમરિંદર સિંહ

આ પણ વાંચો – મહત્વના સમાચાર / કેરળમાં કોરોનાના વધતા જતા કેસો ને લઈને , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની મુલાકાતે

અફઘાન સુરક્ષા દળો સામે સામાન્ય લોકોમાં રોષનું મોજું જોવા મળી રહ્યુ છે. ઘણી જગ્યાએ અફઘાન સુરક્ષા દળો પર પથ્થર ફેંકાયા હોવાના પણ અહેવાલ છે. તે આશ્ચર્યજનક છે કે યુએસ અને નાટોએ અફઘાન સુરક્ષા દળોને તાલીમ આપવા માટે અબજો ડોલર ખર્ચ્યા હતા. તેમ છતા, તાલિબાને આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયાની અંદર સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્ઝો કરી લીધો છે. રવિવારે તાલિબાનનાં લડવૈયાઓએ કાબુલમાં ચારે બાજુથી પ્રવેશ કર્યો અને પોલીસ ચોકીઓ અને રાષ્ટ્રપતિ ભવન સહિત અન્ય મહત્વની ઇમારતો પર કબ્ઝો કર્યો. અફઘાન સુરક્ષા દળોએ તાલિબાન લડવૈયાઓ સાથે કોઇ જ પ્રકારની અથડામણ કરી નથી. અગાઉ, અમેરિકી દળોનાં પરત ફરવા વચ્ચે, એવું માનવામાં આવતું હતું કે, તાલિબાનને કાબુલ પર કબ્ઝો કરવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગશે.