કેવડીયા/ SOU સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવું નજરાણું, સફેદ નર વાઘ વીરને મળી સફેદ માદા

કેવડીયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે જેથી જંગલ સફારીમાં આવતા..

Gujarat Others
સફેદ નર વાઘ

કેવડીયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે જેથી જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે તેવો અમને વિશ્વાસ છે. સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા ઝુ આદાનપ્રદાનની દરખાસ્તને માત્ર 1 જ દિવસમાં પરવાનગી આપી છે. સફેદ નર વાઘને મળી તેની સફેદ માદા વાઘ “શક્તિ”.

સફેદ નર વાઘ

આ પણ વાંચો :  ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો

કેવડીયા જંગલ સફારીનાં નિયામક ડૉ. રામ રતન નાલાએ એક વાતચિતમાં જણાવ્યુ હતુ કે, સેન્ટ્રલ ઝુ ઓથોરીટીએ અમારી દરખાસ્ત પર ખુબ જ તત્પરતાથી સફેદ માદા વાઘ “શક્તિ”ને કેવડીયા જંગલ સફારીમાં લાવવા માટે મંજુરી આપી છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, જંગલ સફારી દ્વારા આ સફેદ વાઘની જોડીને પ્રવાસીઓના આકર્ષણ માટે મૂકવાનું આયોજન કરી દેવામાં આવ્યુ છે અને નજીકનાં ભવિષ્યમાં તેમનાં બચ્ચા પણ નિ:સંદેહ જંગલ સફારીનું આકર્ષણ બની રહેશે.

સફેદ નર વાઘ

આ પણ વાંચો :૭૫માં સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી, CM વિજય રૂપાણીએ તિરંગાને આપી સલામી

સફેદ વાઘ જે એક અતિસુંદર દેખાતી બંગાળ વાઘની જ એક પ્રજાતી છે જેના શરીર પર રૂંવાટી અને ઘાટ પટ્ટા હોય છે જે સદીયોથી માનવીને આકર્ષિત કરતા રહ્યા છે. “મોહન” પહેલો સફેદ વાઘ હતો કે જેને હાલના મધ્યપ્રદેશ રાજયનાં રીવા ના મહારાજાએ વર્ષ 1951માં પકડયો હતો, “મોહન” રીવાના સફેદ વાઘનો જનક કહેવાય છે. આજે જેટલા પણ વાઘ જોવા મળે છે તે તમામ “મોહન”નાં જ વંશજ છે.

સફેદ નર વાઘ

આપને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા જંગલ સફારી લોકો વચ્ચે ખુબ લોકપ્રિય છે. દરવર્ષે અહીં લાખો લોકો મુલાકાત લેવા માટે જતા હોય છે. સરકારે પણ તેને ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલોપ કર્યું છે. સરદાર પટેલની પ્રતિમાની સાથે ત્યાં આવેલા ગાર્ડન, પ્રાણી સંગ્રહાલય, પક્ષી અભ્યારણ સહિત અનેક વસ્તુઓ લોકોને આકર્ષે છે.

આ પણ વાંચો : સ્વાતંત્ર્ય દિનની પરેડમાં આવેલા 6 જવાનો અચાનક થયા બેભાન

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે : નીતિન પટેલ 

આ પણ વાંચો : ગંભીર બિમારીથી પીડાતા બાળકોને રસીમાં અપાશે પ્રાથમિકતા

આ પણ વાંચો :રાજય ના આ 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, જાણી લો તમે પણ

આ પણ વાંચો :દેશના 4 સ્થળોને મળી રામસર સાઇટની માન્યતા, રાજ્યના આ બે સ્થળનો થયો સમાવેશ જાણો ક્યાં