Not Set/ ગાંધીનગર/  શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, હવેથી CBSE પેટર્ન પ્રમાણે જ ગુજરાત બોર્ડના સત્ર કરાશે શરૂ

પ્રથમવાર CBSE પેટર્ન પ્રમાણે સત્ર કરાશે શરૂ વર્ષ 2020-21નું નવું શૈક્ષણિક સત્ર એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ કરાશે 4 મેથી 7 જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન અંતિમ પરીક્ષાઓ માર્ચ સુધીમાં પૂર્ણ કરવા આદેશ ધોરણ 1 થી 5માં 200 દિવસ શૈક્ષણિક દિવસ ધોરણ 6 થી 8માં 200 દિવસ શૈક્ષણિક દિવસ ધોરણ 9 થી 12માં […]

Uncategorized
bhatavar 2 ગાંધીનગર/  શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, હવેથી CBSE પેટર્ન પ્રમાણે જ ગુજરાત બોર્ડના સત્ર કરાશે શરૂ
  • પ્રથમવાર CBSE પેટર્ન પ્રમાણે સત્ર કરાશે શરૂ
  • વર્ષ 2020-21નું નવું શૈક્ષણિક સત્ર એપ્રિલથી
  • નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ કરાશે
  • 4 મેથી 7 જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન
  • અંતિમ પરીક્ષાઓ માર્ચ સુધીમાં પૂર્ણ કરવા આદેશ
  • ધોરણ 1 થી 5માં 200 દિવસ શૈક્ષણિક દિવસ
  • ધોરણ 6 થી 8માં 200 દિવસ શૈક્ષણિક દિવસ
  • ધોરણ 9 થી 12માં 240 દિવસ શૈક્ષણિક દિવસ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવેથી ગુજરાત રાજ્ય ની ગુજરાત બોર્ડ આધારિત તમામ શાળાઓમાં CBSE પેટર્ન પ્રમાણે જ શાળાના સત્ર શરુ થશે. હવેથી જુન મહિનાના સ્થાને એપ્રિલ મહિનાથી તમામ શાળાઓ માટે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. આ નવો નિયમ આગામી શૈક્ષણિક વર્ષ 2020-2021થી લાગૂ કરવામાં આવશે.

આ નવા નિયમે અનુલક્ષીને શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને માર્ચ સુધીમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા આદેશ મુજબ હવેથી વાર્ષિક પરિક્ષા બાદ 4 અઠવાડિયા શૈક્ષિણક સત્ર ચાલુ રહેશે અને નવું શૈક્ષણિક સત્ર એપ્રિલ મહિનાથી શરૂ થશે.

ત્યારબાદ 4 મે થી 7મી જૂન સુધીનું ઉનાળું વેકેશન રહેશે અને 8 જૂન 2020થી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. આ સાથે ધોરણ 1 થી 5માં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. જ્યારે ધોરણ 6 થી 8માં 220 દિવસ અને ધોરણ-9માં 240 દિવસનું શૈક્ષણિક કાર્ય ફરજીયાત પૂરુ કરવાનું રહેશે.

હવેથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તર મંડળ દ્વારા એપ્રિલમાં જ પુસ્તકો મળી જાય તેનું આયોજન કરવાનું રહેશે તો સાથે સાથે  ઉનાળા વેકેશન અને દિવાળી વેકેશનના દિવસો જોગવાઇ પ્રમાણે રાખવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.