big decision/ NCERTનો મોટો નિર્ણય, ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબધિત વિષય હટાવ્યો,પૂર્વ PM અટલજીનો રાજધર્મ નિભાવો નિવેદન પણ….

NCERTનો મોટો નિર્ણય, ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબધિત વિષય હટાવ્યો

Top Stories India
6 27 NCERTનો મોટો નિર્ણય, ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબધિત વિષય હટાવ્યો,પૂર્વ PM અટલજીનો રાજધર્મ નિભાવો નિવેદન પણ....

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ NCERTએ ધોરણ 12 ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબંધિત ટેક્સ્ટ સામગ્રીને હટાવી દીધી છે. અત્યાર સુધી આ ટેક્સ્ટ મટીરીયલ ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ વિષયના પુસ્તકમાં પેજ 187 થી 189 પર હતું. આ સંદર્ભમાં ગુરુવારે NCERT દ્વારા એક નોંધ જારી કરવામાં આવી છે.  NCERT એ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તક તર્કસંગત યોજના હેઠળ ધોરણ 12 ના અભ્યાસક્રમમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં ગુરુવારે NCERT દ્વારા એક નોંધ જારી કરવામાં આવી છે. જે મુજબ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલ CBSE ના 2022-23 શૈક્ષણિક અભ્યાસક્રમ હેઠળ પહેલાથી જ આ રમખાણની વિષય વસ્તુ હટાવી દેવામાં આવી હતી.

આ સાથે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આ નિવેદનને પણ બુકમાંથી હટાવી દેવામાં આવ્યું છે. “મુખ્યમંત્રી ગુજરાતનાને સંદેશ છે કે તેમણે ‘રાજ ધર્મ’નું પાલન કરવું જોઈએ. શાસકે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે તેની પ્રજા વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ.

NCERT દ્વારા 12મા પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં કરાયેલા સુધારા અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.ગુજરાતના રમખાણો અંગેના લખાણને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રમખાણાના લખાણથી ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવાના જોખમો વિશે ચેતવણી આપે છે. તે લોકશાહી રાજકારણ માટે ખતરો ઉભો કરે છે, એક ફકરો જે કાઢી નાખવામાં આવ્યો છે. ફકરો દૂર કરવામાં આવ્યો છે.