રોકાણ/ બ્લેકસ્ટોન કંપની ભારતમાં આગામી પાંચ વર્ષમાં વધુ 40 બિલિયન ડોલર રોકાણ કરશે

બ્લેકસ્ટોનના સીઇઓએ કહ્યું કે અમારી કંપનીના રોકાણ માટે ભારત દુનિયાનું સૌથી સારું માર્કેટ છે. આ દુનિયામાં ઝડપથી ગ્રોથ કરનારો દેશ છે

Top Stories
MODI123 બ્લેકસ્ટોન કંપની ભારતમાં આગામી પાંચ વર્ષમાં વધુ 40 બિલિયન ડોલર રોકાણ કરશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના  ત્રણ દિવસના પ્રવાસ પર છે.  મોદી અમેરિકાની ટોપ કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી તેઓ અત્યાર સુધીમાં 5 કંપનીઓના સીઇઓને મળ્યા છે. વડાપ્રધાને તમામ CEOને 15-15 મિનિટનો સમય આપ્યો હતાે અને આ  કંપનીઓના સીઇઓ સાથે સફળ બેઠક થઇ છે

PM મોદીએ બ્લેક્સ્ટોન ગ્રુપના CEO સ્ટીફન એ શ્વાર્જમેન સાથે મુલાકાત કરી. આ વડાપ્રધાનને મળનારા પાંચમા CEO હતા. આ કંપની ન્યૂયોર્ક બેઝ્ડ અમેરિકન અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે.

બ્લેકસ્ટોનના સીઇઓએ કહ્યું કે અમારી કંપનીના રોકાણ માટે ભારત દુનિયાનું સૌથી સારું માર્કેટ છે. આ દુનિયામાં ઝડપથી ગ્રોથ કરનારો દેશ છે. અમે ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છીએ.મુલાકાત બાદ સ્ટીફને કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને ઘણી જ ખુશી મળી. મેં તેમને જણાવ્યું કે બ્લેકસ્ટોન ગ્રુપ ભારતમાં અત્યાર સુધીમાં 60 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરી ચુક્યું છે. અને આગામી 5 વર્ષમાં ગ્રુપ 40 બિલિયન ડોલરનું વધુ રોકાણ કરશે.