અંધશ્રદ્ધા/ સગર્ભા મહિલાનું લોહી જમીન પર પડવાથી ગામલોકોએ ગામને અશુદ્ધ ગણાવ્યું..જાણો કેમ

ગામના લોકો તેની સગર્ભા પત્નીને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ જવાની વિરુદ્ધ હતા કારણ કે તેઓ આ વાતને તે પરંપરાગત રિવાજોની વિરુદ્ધ માને છે

India
1 2 સગર્ભા મહિલાનું લોહી જમીન પર પડવાથી ગામલોકોએ ગામને અશુદ્ધ ગણાવ્યું..જાણો કેમ

ઓડિશાના કેઓંઝર જિલ્લામાં સગર્ભા મહિલાએ નવજાત શીશુને જન્મ આપ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જતા સમયે મહિલાનું લોહી જમીન પર પડવાથી ગામલોકોએ ગામને અશુદ્ધ ગણાવ્યું  હતુ.  ‘ગામના શુદ્ધિકરણ’ માટે પૂજા સામગ્રી આપવાનો ઇનકાર કરવા બદલ આદિવાસી દંપતીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

પૂર્ણપાની ગામના ગુનારામ મુર્મુએ 29 ઓક્ટોબરે પોતાની ગર્ભવતી પત્નીને સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. મુર્મુ (22)એ જણાવ્યું કે આદિવાસીઓની માન્યતા અનુસાર ગામના વડા અને અન્ય લોકોએ ગામને કોઈપણ ખરાબ શુકનથી બચાવવા માટે પૂજા કરવા માટે ત્રણ ચિકન, હાંડિયા (એક પ્રકારનો સ્થાનિક દારૂ) અને અન્ય વસ્તુઓ ગામના દેવતાને અર્પણ કરી હતી. તેણે કહ્યું, “મેં ના પાડી દીધી કારણ કે હું આ પ્રથાને અંધશ્રદ્ધા માનું છું.” તેણે દાવો કર્યો કે ગામના લોકો તેની સગર્ભા પત્નીને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ જવાની વિરુદ્ધ હતા કારણ કે તેઓ આ વાતને તે પરંપરાગત રિવાજોની વિરુદ્ધ માને છે. મુર્મુનો આરોપ છે કે તેણે ઇચ્છા પૂરી કરવાનો ઇનકાર કર્યો હોવાથી, ગ્રામવાસીઓએ એક બેઠક યોજી અને સમુદાયના નિયમોની વિરુદ્ધ જવા બદલ તેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ મુર્મુ 1 નવેમ્બરના રોજ ઘાસીપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ ર્નોંધાવી.

આ મામલાની તપાસ કરી રહેલા ઘાસીપુરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર માનસ રંજન પાંડાએ કહ્યું કે તેમણે બંને પક્ષો સાથે વાત કર્યા બાદ મામલો થાળે પાડ્યો છે. ગામના રહેવાસી શિવશંકર મરાંડીએ કહ્યું, “આદિવાસી પરંપરા મુજબ, અમે ગુણરામને પૂજા માટે કેટલીક વસ્તુઓ આપવા કહ્યું. તેણે આપવાની ના પાડી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.

જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકો ધીમે ધીમે સંસ્થાકીય પ્રસૂતિના ફાયદાઓ સમજી રહ્યા છે. જેના કારણે  પ્રમાણ 2015-16માં 72.2 ટકાથી વધીને 2020-21માં 98 ટકા થયું છે. અધિક જિલ્લા તબીબી અધિકારી (કુટુંબ કલ્યાણ) ડૉ. પ્રણતિની નાયકે જણાવ્યું હતું કે, “આદિવાસી સમુદાયની ઘણી મહિલાઓ હવે સંસ્થાકીય પ્રસૂતિ માટે આગળ આવી રહી છે.”