Not Set/ BJP આજથી શરૂ કરશે બિહાર ચૂંટણીની તૈયારીઓ, અમિત શાહ કરશે પહેલી વર્ચુઅલ રેલી

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. આ કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વળી કોરોના સંક્રમણની વચ્ચે, ગૃહ પ્રધાન અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. અમિત શાહ બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આજે તેઓ પ્રથમ ચૂંટણી રેલી કરશે, પરંતુ આ ચૂંટણી રેલી દર વખતે કરતા અલગ હશે, કારણ […]

India
f838b506ad4494fdd2aab9118bc465fb BJP આજથી શરૂ કરશે બિહાર ચૂંટણીની તૈયારીઓ, અમિત શાહ કરશે પહેલી વર્ચુઅલ રેલી
f838b506ad4494fdd2aab9118bc465fb BJP આજથી શરૂ કરશે બિહાર ચૂંટણીની તૈયારીઓ, અમિત શાહ કરશે પહેલી વર્ચુઅલ રેલી

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. આ કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વળી કોરોના સંક્રમણની વચ્ચે, ગૃહ પ્રધાન અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. અમિત શાહ બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આજે તેઓ પ્રથમ ચૂંટણી રેલી કરશે, પરંતુ આ ચૂંટણી રેલી દર વખતે કરતા અલગ હશે, કારણ કે તે વર્ચુઅલ રેલી હશે.

અમિત શાહ રવિવારે બિહારમાં તેમની પાર્ટી માટે પહેલી વર્ચુઅલ રેલી કરવા જઇ રહ્યા છે. આ રેલીને બિહાર જનસંવાદ નામ આપવામાં આવ્યું છે. આ વર્ચુઅલ રેલી ઓનલાઇન રહેશે અને અમિત શાહ તેમજ કાર્યકરો આ વર્ચુઅલ રેલીમાં સામેલ થશે. જણાવી દઇએ કે, લોકડાઉનને કારણે રેલીઓ પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં અમિત શાહ ઓનલાઇન રેલી કરશે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તે રવિવારે સાંજે 4 વાગ્યે આ ઓનલાઇન રેલીમાં ભાગ લેશે આપને જણાવી દઈએ કે આ ઓક્ટોબર-નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે.

આપને જણાવી દઇએ કે, બિહારની ચૂંટણીની તારીખોની ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આરજેડીએ તેની ઓનલાઇન કેંપન શરૂ કરી દીધી છે. હવે ભાજપ પણ આ માટે તૈયાર થઈ ગયું છે. ભાજપ ઓનલાઇન રેલીની દ્રષ્ટિએ આ પ્રથમ શરૂઆત કરી રહ્યું છે. અમિત શાહની વર્ચુઅલ રેલીને સફળ બનાવવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ રેલી બિહારનાં તમામ વિધાનસભા ક્ષેત્રોનાં બૂથ પર પ્રસારિત કરવામાં આવશે. આ વર્ચુઅલ રેલી વોટ્સએપ, ફેસબુક, એસએમએસ, ટ્વિટર, ટેલિગ્રામ દ્વારા પણ સાંભળી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.